Home » Saurashtra » Latest News » Junagadh » Only 100 rupees broken stick found in the Divaag aid aid camp

દિવ્યાંગ સાધન સહાય કેમ્પમાં અંધવૃદ્ધને મળી માત્ર 100 રૂપરડીની તુટેલી લાકડી !

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:21 AM

સ્વપ્રસિદ્ધિ પાછળ લાખ્ખોનો ખર્ચ કરતી સરકારની સહાય આપવામાં કંજૂસી

  • Only 100 rupees broken stick found in the Divaag aid aid camp

    જૂનાગઢ: રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગોને અનેક પ્રકારની સહાય આપવાની યોજના બહાર પાડવામાં આવી છે. જોકે આ યોજના મારફતે સ્વપ્રસિદ્ધિ પાછળ લાખ્ખોનું આંધણ કરતી સરકાર દિવ્યાંગોને સહાય આપવામાં ભારે કંજૂસી દાખવે છે. આ અંગે જૂનાગઢના અંધ વૃદ્ધ કરશનભાઇ સાવલીયાએ જણાવ્યું હતું કે સરકારી દવાખાનાની લાપરવાહીથી સો ટકા અંધ બની ગયો છું. જોકે તેમ છતાં મને સરકારની કોઇ પણ યોજનાનો લાભ મળતો નથી.


    તાજેતરમાં દિવ્યાંગોને સાધન સહાય આપવાનો કેમ્પ યોજાયો હતો જેમાં મને રમકડાના રૂપમાં લાકડી મળી છે. જોકે આ લાકડીમાં પણ લાલ કલરની લાકડી એક એનજીઓ દ્વારા આપવામાં આવી છે. જયારે સફેદ તુટેલી લાકડી સરકાર દ્વારા આપવામાં આવી છે.આમ, ગરીબ કલ્યાણ મેળા અને દિવ્યાંગોને સાધન સહાયની માત્ર જાહેરાતો પાછળ લાખ્ખોનું આંધણ કરતી સરકાર ખરેખર જરૂરિયાતમંદોને માત્ર 100 રૂપરડીની લાકડી પકડાવી સહાય નહિ પરંતુ દિવ્યાંગોની ક્રુર મશ્કરી કરી રહી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ