તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગીરના જંગલમાંથી સાવજનું સ્થળાંતર નહીં કરાઈ : CM રૂપાણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
CM વિજય રૂપાણી - Divya Bhaskar
CM વિજય રૂપાણી

જૂનાગઢ: જૂનાગઢનાં ભવનાથમાં ભારતી આશ્રમ ખાતે પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો. જેમાં 41 નગરપાલિકાનાં 850થી વધુ ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા. તેમજ આ વર્ગમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. જૂનાગઢ આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ હતું કે, ગિરનારનાં વિકાસ માટે વધુ રકમ ફાળવાશે. તેમજ જૂનાગઢનો વિકાસ નકશો પણ જલ્દી તૈયાર કરાશે. સિંહ મુદ્દે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, સિંહને બચાવવા સરકાર કટીબદ્ધ છે તમામ સિંહને વાયરસ નથી. સિંહોને વેકસીન આપવાનું શરૂ થઇ ગયું છે. આ સ્થિતી કંટ્રોલમાં છે વિદેશથી એકસ્પર્ટ બોલાવ્યા છે. ભવિષ્યમાં આવું ન થાય તે માટે સિંહને બચાવવા સરકાર કટીબદ્ધ છે. તેમજ સિંહનું સ્થળાંતર કરવામાં આવશે નહીં. આ તકે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, પ્રદિપ ખીમાણી સહિતના હાજર રહ્યા હતા.

 

CMએ ભવનાથ મંદિરમાં પૂજા કરી

 

મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રશિક્ષણ વર્ગમાં આવ્યા પહેલા ભવનાથ મહાદેવ મંદિરે પુજા કરી હતી. બાદ બે ગેઇટનું લોકાર્પણ કર્યુ હતું. તેમજ સંતો દ્વારા મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.