જૂનાગઢ: રાજ્યમાં બાળકો ઉઠાવી જવાની ગેંગ સક્રિય થયાની અફવાએ જોર પકડ્યું છે. રાજ્યમાં રોજ જુદા-જુદા શહેરમાં બાળકો ઉઠાવી જવાની શંકા રાખી નિર્દોષ લોકોને માર મારવામાં આવી રહ્યો છે. રાજ્યની અફવા જૂનાગઢમાં પણ પહોંચી છે. જૂનાગઢમાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં દામોદરકુંડ પાસે બાળકો ઉઠાવી જવાની શંકા રાખી એક મહિલાને બે મહિલા માર મારી રહી છે. તેમજ પોલીસને સોંપવાની વાત કરી હતી. એટલું જ નહીં મહિલા પાસે રહેલી બેગની પણ તપાસ કરવામાં આવી હતી. આ બેગમાંથી કંઇ નીકળ્યું ન હતું. જૂનાગઢમાં મહિલાને માર મારતો વીડિયો વાયરલ થતા ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસે અફવાથી દૂર રહેવા અને શંકાસ્પદ વ્યક્તિ જણાય તો પોલીસનો સંપર્ક કરવા કહ્યું છે.
સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ, રાજકોટમાં ધોધમાર, પંથકમાં દોઢ ઇંચ
તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો.......
માહિતી અને તસવીરો: સરમન રામ, જૂનાગઢ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.