તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢના પર્વતારોહકે હિમાલયનું 18933 ફૂટ ઉંચુ શિખર સર કર્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ: રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ ગાંધીનગર દ્વારા એડવેન્ચર વર્ષ 2018માં  હિમાલય શિખર પાર કરવાનું અભિયાન હાથ ધર્યું હતું.આ અભિયાન અંતર્ગત  23 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર 2018 સુધી હિમાચલ પ્રદેશમાં આવેલ માઉન્ટ હનુમાન ટીંબા જે 19450 ફૂટની ઉંચાઇ ધરાવે છે તેને પાર કરવાનું આયોજન કર્યું હતું.

 

આ આયોજનમાં જૂનાગઢના પર્વતારોહક દિપક સોલંકીની પણ પસંદગી થઇ હતી.વરસાદી વાતાવરણ, સ્નો ફોલ, વાઇટ આઉટ હોવા છતાં તમામ મુશ્કેલીનો સામનો કરી દિપક સોલંકીએ 18933 ફૂટ સુધી જઇને સફળતા પ્રાપ્ત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ હિમાલયના ભાગીરથી, મેન્થોસા, જોન્લી અને મનીરાંગ શિખર પણ  સર કર્યા છે.