જૂનાગઢમાં સસ્તા પામતેલમાંથી બને છે ફરસાણ, મનપાએ ચેકિંગ ન કરતા જન આરોગ્ય પર જોખમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ: જન્માષ્ટમીનો તહેવાર નજીક આવતા જ જૂનાગઢ શહેર અને જિલ્લાભરમાં બજારોમાં ટ્રાફિક જોવા મળી રહી છે. તહેવાર નિમિતે બજારો ગ્રાહકોની ઘરાકી જોવા મળી રહી છે. શહેરમાં ઠેર-ઠેર મીઠાઇ અને ફરસાણ તેમજ ફરાળી વાનગીઓનું ધુમ વેચાણ ચાલી રહ્યું છે.

 

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે તેને લઇને ફરાળી વાનગીઓની માંગમાં વધારો થતો હોય છે પરંતુ જન્માષ્ટમીના તહેવારને માત્ર ગણતરીના જ દિવસો રહ્યા છે. ત્યારે મીઠાઇ-ફરસાણના વેચાણમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જો કે મીઠાઇ, ફરસાણને કારણે લોકોનું આરોગ્ય જોખમાય નહી તે માટે જવાબદાર ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તાકીદે પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. હાલ ભેજવાળા વાતાવરણમાં રોગચાળો વકરતો હોય છે.

 

પરંતુ હાલમાં રોગચાળો વકરવાનું મુખ્ય પરિબળ અખાદ્ય પદાર્થ હોવાનું મનાય છે. શહેરમાં ફરસાણ પામોલીન તેલમાં બનાવવામાં આવી રહ્યું છે. આ પામોલીન તેલથી લોકોનું આરોગ્ય જોખમાય તેવા પણ આક્ષેપો થઇ રહ્યા છે જો કે બજારોમાં ફરસાણના ભાવ 120 રૂપિયા કિલો છે પરંતુ બેસણના કિલોના ભાવ 65 રૂપિયા છે તો તેની સામે વેપારીને તેલ, ગેસનો ઉપયોગ સાથોસાથ મહેનત પણ કરતા હોય છે તેની સામે બેસણ, તેલ અને ગેસના ભાવની સામે પોસાય તે માટે ફરસાણના ભાવમાં વધારો જોવા મળતો હોય છે. પરંતુ હાલના સમયમાં લોકો સસ્તા ભાવે વધારે ખરીદી કરતા હોય છે. જેને લઇને વેપારીઓ પણ લોકોને પોસાય તે માટે પામોલીન તેલનો ઉપયોગ કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે.