જૂનાગઢ: જૂનાગઢનાં મજેવડી નજીક કરોડો રૂપિયાનાં ખર્ચે આધુનિક સુવિધાથી સજ્જ સિવીલ હોસ્પિટલ બનાવવામાં આવી છે. અહીયા તા.16/2/18ના હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી. પરંતુ હોસ્પિટલમાં તબીબોની ઘટ અને કથળતિ આરોગ્ય સુવિધાના કારણે દર્દીઓને પુરતી સારવાર મળતી નથી અને દર્દીઓને મોતને ભેટવું પડે છે. છેલ્લા 3 માસમાં સારવાર દરમિયાન 257ના મોત નિપજ્યા છે. હોસ્પિટલમાં અપુરતા સ્ટાફને કારણે દુર-દુરથી આવતા દર્દીઓને પુરતી સારવાર ન મળતા મુશ્કેલી વેઠવી પડે છે અને ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડે છે. એક માસમાં 65 જેટલા દર્દીઓને વધુ સારવાર માટે રાજકોટ, અમદાવાદ ખાતે રીફર કરવામાં આવ્યા છે. કરોડા રૂપિયાના ખર્ચે આધુનિક સાધનો છે. પરંતુ સ્ટાફ ન હોવાને કારણે દર્દીઓને મુશ્કેલી વેઠવી પડે છે.
આધુનિક ઓપરેશન થિયેટર તબીબના અભાવે ધુળ ખાય છે
રાજ્ય સરકાર દ્વારા દર્દીઓને પુરતી સારવાર મળી રહે તે માટે કરોડો રૂપીયાના સાધનો આપવામાં આવે છે. જૂનાગઢની સિવીલ હોસ્પિટલનું અોપરેશન થિયેટર આધુનિક સુવિધાથી સજ્જ કરવામાં આવ્યું છે. પરંતુ તબીબના અભાવે ઓપરેશન થિયેટર ધુળ ખાય રહ્યું છે.
હોસ્પિટલમાં અનઅધિકૃત વ્યક્તિઓનો અડીંગો
સિવીલ હોસ્પિટલમાં રોજના મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોય છે. પરંતુ અનઅધિકૃત વ્યક્તિઓ પોતાનો અંડીગો જાવીને બેઠા છે. તેમ છતા હોસ્પિટલ તંત્ર મુગા મોઠે છે. ત્યારે હોસ્પીટમાં સિક્યુરીટી વધારવી જોઇએે. આથી કોઇ અનિચ્છીય બનાવ ન બને. જુની સિવીલ હોસ્પિટલની જેમ અહીં પણ અનઅધિકૃત લોકો પડ્યાપાર્થયા રહે છે.
સિવીલ હોસ્પિટલમાં મહિને 30 હજારથી વધુ ઓપીડી
માસ | સારવાર | દાખલ | મૃત્યુ | ઓપરેશન |
માર્ચ | 30809 | 11800 | 72 | 702 |
એપ્રિલ | 27962 | 11950 | 90 | 865 |
મે | 30237 | 12674 | 95 | 1091 |
કુલ | 89008 | 36424 | 257 | 2658 |
કેટલાક તબીબોનું અયોગ્ય વર્તન
હોસ્પિટલમાં શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાંથી સારવાર લેવા આવતા દર્દીઓ સાથે કેટલાક તબીબો અયોગ્ય વર્તન કરતા હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. ત્યારે તેમની સામે પગાલ લેવાની માંગ ઉઠવા પામી છે.
રેડીયોલોજીસ્ટ, ગાયનેકોલોજીસ્ટ સહિતના તબીબની જગ્યા ખાલી
હોસ્પીટલમાં રેડીયોલોજીસ્ટ, આરએમઓ, ગાયનેકોલોજીસ્ટ, પીડીયાસ્ટ્રીટ, ફીઝીશીયન, માઇક્રો બાયોલોજીસ્ટ, મનોરોગ ચિકીત્સય, કાળીયોલોજીસ્ટ, મેક્રોલોજીસ્ટ સહિતના વર્ગ-1ના અધિકારીઓની જગ્યા ખાલી છે.
વર્ગ-3 અને વર્ગ-4ની જગ્યા ખાલી
ખાલીવર્ગ | મંજુર | ભરેલ | ખાલી |
3 | 399 | 246 | 153 |
4 | 198 | 191 | 7 |
34 તબીબી અધિકારીમાં 16ની જગ્યા ખાલી
હોસ્પીટલમાં 16 તબીબી અધિકારી, નર્સીંગ પ્રીન્સીપાલ, હિસાબી અધિકારી સહિતની જગ્યાઓ ખાલી છે.
હોસ્પિટલ રાત્રીનાં ખાલી થઇ જાય છે
રાત્રી દરમિયાન સિવીલ હોસ્પિટલમાં ડોકટરો પણ હાજર રહેતા નથી. તેવા આક્ષેપ થયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.