તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • કોબ ગામે કૂટણખાના પર જનતા રેઈડ, પુરૂષ અને સ્ત્રીને અર્ધનગ્ન હાલતમાં પકડ્યા | Janata Raid On Koba Village, Women And Men Caught

કોબ ગામે કૂટણખાના પર જનતા રેઈડ, પુરૂષ અને સ્ત્રીને અર્ધનગ્ન હાલતમાં પકડ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉના: ઉનાનાં દરીયાકાંઠે કોબ ગામે મરઘા ઉછેર કેન્દ્રની બાજુમાં ચીખલી રોડ પર આવેલા મધરા વિસ્તારમાં રહેતી મરીયમબેન સફીભાઇ મન્સુરી નામની મહિલાના રહેણાંક મકાનમાં બહારથી સ્ત્રીઓ અને ગ્રાહકોને બોલાવી કુટણખાનું ચલાવાતું હોય વિરમાંધાતા ગ્રુપનાં નેજા હેઠળ 60થી વધુ લોકોએ જનતા રેડ કરી હતી. અને બાદમાં વેરાવળ ડીવાયએસપી અને સ્ટાફને બોલાવ્યો હતો. રેડ દરમ્યાન મકાનમાંથી એક પુરૂષ અને એક સ્ત્રી અર્ધનગ્ન હાલતમાં મળી આવ્યા હતા. પોલીસની પુછપરછમાં પુરૂષ રાજુ દેવાયત જાખોત્રા (ઉ. 30, રે. ભાડાસી તા. ઉના) અને મહિલાનું નામ ઝહનારા રફીકુર સદર (ઉ. 27, રે. દિનસીંગ છરોદર, કોલકાતા) હોવાનું માલુમ પડ્યું હતું. કૂટણખાનું ચલાવતી મહિલાનું નામ મરીયમબેન મન્સુરી (રે. કોબ) હોવાનું બહાર આવ્યું છે. આથી પોલીસે બંને મહિલા અને પુરૂષ સામે કાર્યવાહી હાથ ધરી છે. 

 

 

જનતા રેઈડ કરી પોલીસને બોલાવી લીધી
અમારા ગામના વિરમાધાતા ગૃપ દ્રારા 50 થી 60 વ્યક્તિઓ દ્રારા જનતા રેડ પાડવામાં આવી હતી. અને પોલીસને બોલાવવામાં આવેલ ત્યારે દીવ વણાંકબારા વિસ્તારના બે શખ્સો નાશી છુટ્યા હતા. આ કુટણખાનું 11 થી 12 વર્ષથી ચાલતુ હતું.- અલ્પેશભાઇ ભટ્ટ


બહારથી મહિલાઓને બોલાવી લોહીનો વેપાર
અમારી વાડીની બાજુમાં આ મહિલા બહારથી મહિલાઓને બોલાવી અને ધંધો કરે છે. કાયમી માટે આ ધંધો બંધ થાય અને કડકમાં કડક સજા થાય તેવી અમારી માંગ છે.- રામભાઇ દમણીયા 


દરિયાકાંઠે કૂટણખાનુ 11 વર્ષથી ચાલતું હતું
કુટણખાનું 10 થી 11 વર્ષથી હું જોતો આવું છું. કોઇની બેન દિકરી પર અસર થાય નહી એ માટે અમે ગામના લોકોએ સાથે મળીને જનતા રેડ કરી છે. હવે પોલીસ દ્વારા આ લોકોને કડક સજા થવી જોઈએ.- નાનુભાઇ ભાલીયા