સાહેબ! તમારી ગાડીનાં બમ્પર ગાર્ડ માત્ર તમારા નહીં, બીજા માટે બની શકે છે જોખમી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ: ફોરવ્હીલની સંખ્યા વધી રહી છે, મધ્યમ વર્ગથી લઇ કરોડપતિ લોકો ફોરવ્હીલમાં ફરી રહ્યા છે. ગાડીની અને પોતાની સુરક્ષા માટે ગાડીનાં આગળનાં ભાગે ગાર્ડસ લગાવવામાં આવે છે. વાહન  માલિક એવું માને છે કે બમ્પર ગાર્ડથી  પોતાની અને પોતાની ગાડીની સલામત વધી જાય છે. પરંતુ વાસ્તવિકતા કંઇક જુદી છે આ ગાર્ડનાં કારણે વાહન ચાલક અને અન્ય માટે જોખમ વધી જાય છે.

 

બમ્પર ગાર્ડ દુર કરી પોતાની અને અન્યની સલામતીની કાળજી લેવી વધુ જરૂરી છે

 

જૂનાગઢમાં અનેક ફોરવ્હીલમાં આ પ્રકારનાં ગાર્ડ છે એટલુંજ નહીં સરકારી અધિકારીની ગાડીઓમાં પણ અા પ્રકારનાં બમ્પર ગાર્ડ લગાવવામાં આવ્યા છે જે તેમનાં માટે જોખમી છે ત્યારે વાહન ચાલકે આ બમ્પર ગાર્ડ દુર કરી પોતાની અને અન્યની સલામતીની કાળજી લેવી વધુ જરૂરી છે.

 

ગાડીની સલામતી માટે રાખેલા ગાર્ડસનું મોટું જોખમ

 

- ચાલીને જતા લોકો અને ટુવ્હીલ પર સવાર લોકો માટે આ જોખમી છે. કારણકે ગાડીનો આગળનો ભાગ સોફટ હોય છે અને ગાર્ડસ ખતરનાક જોખમ વધારી દે છે.

 

- અકસ્માત સમયે ગાર્ડનાં કારણે જટકો શેસીષ પર વધારે આવે છે અને ગાડીને પણ વધારે નુકશાન થાય છે. ચાલક માટે વધુ જોખમી છે.

 

- અકસ્માત વખતે સેન્સરનાં કારણે એરબેગ ખુલી જાય છે. પરંતુ ગાર્ડનાં કારણે સેન્સર કામ કરતું નથી અને એરબેગ સમયસર ખુલતી નથી.

 

- ગાડીની ડિઝાઇન એવી રીતે બનાવામાં આવી હોય છે કે અકસ્માતનો પુરો ફોર્સ બમ્પર પર આવે છે. ગાર્ડનાં કારણે ફોર્સ ગાડી ઉપર આવે છે. પરિણામે ગાડીમાં બેસનારને વધુ અસર થાય છે.

 

ગાર્ડનાં કારણે ઘણી વખત એરબેગ પણ ન ખુલે


ગાર્ડ દુર કરવાની વાત સાચી છે ગાડીમાં લગાવેલા આ ગાર્ડથી અકસ્માત દરમિયાન સામે વાળાને વધારે નુકશાન થાય છે અને સરકારનાં પરિપત્રમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખાસ કરીને ગાર્ડનાં કારણે એરબેગ ખુલતી નથી. તે નુકશાનકારક સાબિત થઇ શકે છે. કારણ કે સેન્સર પહેલા ગાર્ડ આવી જતાં અકસ્માત સમયે એર બેગ ખુલી શકતી નથી. -વાય.એચ.સરવૈયા (આરટીઓ)

અન્ય સમાચારો પણ છે...