તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • રૂપાણીનાં વતનમાં મંજૂરી વિના ચાલતી શાળામાં 250 છાત્રોનાં ભવિષ્ય સાથે ચેડાં | In The School Without Permission, In The Habitat Of Rupa

રૂપાણીનાં વતનમાં મંજૂરી વિના ચાલતી શાળામાં 250 છાત્રોનાં ભવિષ્ય સાથે ચેડાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભેંસાણ: મુખ્યમંત્રીનાં વતન ચણાકામાં શૈક્ષણિક સ્કુલ ચાલી રહી છે. ભાડાનાં મકાનમાં ચાલતી શાળામાં બાળકોનાં સ્વાસ્થ્ય અને આરોગ્ય માટે જરૂરી આરઓ પ્લાન્ટ નથી, શૌચાલયની સુવિધા પણ નથી છતાં કેજીથી ધો.8 સુધી 250થી વધુ બાળકો ત્યાં અભ્યાસ કરી રહ્યાં છે. જાણવા મળતી વિગત અનુસાર ચણાકાની આદર્શ ઇન્ટીટ્યુટની મંજૂરી નથી છતા માત્ર કાગળ પર ચાલી રહી છે. ત્યા સુધી કે શાળામાં વિદ્યાર્થીઓનાં આઇકાર્ડ અને રજીસ્ટરમાં મોટા કોટડા ખાતે આવેલી ચીરાગ પ્રાથમિક શાળાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 

 

શાળાનાં યુનિફોર્મમાં આદર્શ ઇન્ટીટ્યુટનાં સ્ટીકર મારવામાં આવી રહ્યાં છે.  શૈક્ષણિક નિયમની ઐસીતૈસી કરી મંજુરી વિના ચાલતી શાળા બાબતે ગ્રામજનો અને વાલીઓએ પણ શિક્ષણ જગતનાં તમામ જવાબદાર અધીકારીઓને જાણ કરી છતાં કોઇ પગલા લેવામાં ન આવતા નથી. આ ઉપરાંત શાળામાં સંખ્યા વધારવા માટે ધો.8માં અભ્યાસ કરતા અન્ય બાળકોની મંજુરી વગર પોતાની સ્કુલનાં બોગસ સર્ટી અને માર્કશીટો બનાવવામાં આવે છે. આ બાબતે ભેંસાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરાઈ છે છતાં સરકાર બોગસ શાળા પ્રત્યે કેમ લાગણીશીલ બનીને કોઇ કાર્યવાહી કરતું નથી તેવા લોકોમાં સવાલો ઉઠવા પામ્યા છે.

 

એક્ષ્પાયરી ડેટ વાળી બસમાં ઘેટા-બકરા માફક છાત્રોને ભરાય છે

 

આદર્શ ઇન્ટીટ્યુટમાં એક માત્ર સુવિધા હોય તો તે માત્ર સ્કુલ બસની છે. તેમાં પણ એક્ષ્પાયરી જતી રહી હોય તેવી બસમાં છાત્રોને ઘેટા-બકરા માફક ઠાંસી ઠાંસીને ભરીને લઇ-જવામાં આવે છે. છતાં કોઇને ધ્યાનમાં આવતું નથી. ગમે ત્યારે અકસ્માત સર્જાઇ તેવી સ્થિતી સર્જાય છે.

 

શું કહે છે શાળાનાં ટ્રસ્ટી ?


આ બાબતે શાળાનાં ટ્રષ્ટી સંજય ગજેરા સાથે વાત કરતા જણાવ્યું હતું કે મારી માન્યતા મોટા કોટડા ગામની છે . હાલ મકાન જર્જરીત હાલતમાં છે. અને નવા મકાનનું રીનોવેશન ચાલુ છે. મકાન તૈયાર થઇ જશે એટલે બાળકોને જરૂરિયાત તમામ વ્યવસ્થા અમે કરી આપીશું.

 

અન્ય સમાચારો પણ છે...