જૂનાગઢમાં આધારકાર્ડનાં નંબરની ભૂલથી આંગણવાડીની 67 બહેનોનો પાંચ મહિનાથી પગાર જ નથી થયો

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
Bhaskar News

Bhaskar News

Oct 05, 2018, 11:26 PM IST

જૂનાગઢ: જૂનાગઢ જિલ્લામાં નાના બાળકોને શિક્ષણ આપતી આંગણવાડી બહેનોની સ્થિતિ ડામાડોળ થઇ ગઇ છે. આધાર કાર્ડ, બેન્ક ખાતા નંબર તથા અન્ય ભુલને કારણે આંગણવાડીની 67 બહેનોનો છેલ્લા 5 માસથી પગાર નથી થયો. આંગણવાડી બહેનોનો પગાર 5 માસથી ન થતા તેમને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે.


જૂનાગઢ જિલ્લામાં 1428 જેટલી આંગણવાડી આવેલી છે જેમાં 2856 જેટલી બહેનો ફરજ બજાવે છે પરંતુ નાના બાળકોને અભ્યાસ કરાવતી બહેનોને સમયસર પગાર મળતો નથી અને લાંબા સમય સુધી પગારની રાહ જોવી પડે છે. જિલ્લાની આંગણવાડીની 118 બહેનો પગાર છેલ્લા 5 માસથી થયો ન હતો. બાદ અનેક રજૂઆતને પગલે 51 બહેનો પગાર થયો પરંતુ હજુ 67 બહેનોને છેલ્લા મે માસથી પગાર મળ્યો નથી. જેને લઇને આંગણવાડી બહેનોની આર્થિક હાલત ડામાડોળ બની ગઇ છે.


બહેનોને ઘરખર્ચ સહિતના ખર્ચાઓ ઉપરાંત અન્ય વ્યવહાર ચલાવવા પણ નાણાંની જરૂર પડે છે પરંતુ સરકાર દ્વારા આંગણવાડી બહેનોનો પગાર ન ચુકવતા મુશ્કેલી વેઠવી પડે છે. નવરાત્રીને માત્ર ગણતરીના જ દિવસો રહ્યા છે તેમજ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે તે પૂર્વે જ આંગણવાડીના પગાર વિહોણા બહેનોને પગાર ચૂકવવામાં આવે તેવી માંગ આંગણવાડી બહેનોમાં ઉઠવા પામી છે.

આંગણવાડી બહેનોને દિવાળી સુધીમાં પગાર ચૂકવે તો ઉજવણી કરી શકે


દિવાળીના તહેવારમાં લોકો અવનવી વસ્તુઓની ખરીદી કરતા હોય છે પરંતુ જૂનાગઢ જિલ્લાની આંગણવાડી 67 બહેનોનો છેલ્લા 5 માસથી પગાર થયો નથી. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે તો દિવાળી પહેલા જ બાકી રહેલો પગાર બહેનોને ચૂકવી દેવામાં આવે તો દિવાળીની ઉજવણી ધામધુમથી કરી છે.

ડોક્યુમેન્ટની આપેલી ઝેરોક્ષની પણ ખરાઇ કરાઇ નથી


આંગણવાડી બહેનોએ પોતાના ડોક્યુમેન્ટમાં આધારકાર્ડ, બેન્ક પાસ બુક સહિતની વસ્તુઓની ઝેરોક્ષ આપી છે તેમ છતા પણ ભુલ હોવાની કહી રહ્યા છે એવું માનવામાં આવી રહ્યું છે કે ઝેરોક્ષ કોપીનું વેરીફિકેશન કરાયું નથી. વેરીફિકેશન કરાયું હોત તો આધારકાર્ડ નંબર કે બેન્ક ખાતા નંબર ભુલ રહી ન શકે.

આધારકાર્ડ, ખાતાનંબરની ભૂલ


જૂનાગઢ ડિસ્ટ્રીક પ્રોગ્રામ ઓફિસર શોભનાબેને જણાવ્યું હતું કેે, 67 બહેનોના આધારકાર્ડ નંબર, બેન્ક ખાતા નંબર સહિતની વસ્તુઓમાં ભુલ હોવાને કારણે 5 માસથી પગાર થયા નથી.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી