તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢ ફાયરિંગમાં દુકાનનાં બોર્ડ પર પોલીસને 90 કાણાં જોવા મળ્યાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ: જૂનાગઢનાં ઝાલોરપા રોડ પર બ્લોચવાડા પોલીસ ચોકી પાસે ગઇકાલે રાત્રે થયેલા સંખ્યાબંધ ફાયરીંગનાં બનાવમાં પોલીસે પંચરોજકામ કરતાં જે દુકાનનાં બોર્ડ પર સૌથી વધુ ફાયરીંગ થયા હતા તેમાં 90 કાણાં પડી ગયાનું જોવા મળ્યું હતું. અેફએસએલ દ્વારા આજે પોલીસ બંદોબસ્ત વચ્ચે સ્થળની તપાસ કરી બોર્ડ કબ્જે લેવાયું હતું. દરમ્યાન આ બનાવમાં 5 ઘાયલો પૈકી 1 ની હાલત ગંભીર હોઇ તેને સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. ઘવાયેલા યુવાનો પૈકી એકે 5 શખ્સો સામે જૂના મનદુ:ખમાં આ બનાવ બન્યાની ફરિયાદ નોંધાવી છે. બ્લોચવાડા વિસ્તારમાં હજુ એક અઠવાડિયા સુધી પોલીસ બંદોબસ્ત રહેશે એમ પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

 

કેટલા રાઉન્ડ ફાયરિંગ થયું તે મુદ્દાનો સવાલ

 

ઘવાયેલા પૈકીનાં શોએબના ડાબા હાથમાં 10 છરા અને જમણા હાથમાં 3 છરા ઘૂસી ગયા છે. જ્યારે 1 છરો પેડુમાં વાગ્યો છે. જાણકારોનાં મતે જો 12 બોરના હથિયારમાંથી ફાયરીંગ થયું હોય તો તેના એક રાઉન્ડમાંથી નિકળતા છરા અસંખ્ય હોય છે. એ રીતે જોતાં અંદાજે 20 થી વધુ રાઉન્ડ ફાયર થયાનું મનાઇ રહ્યું છે.

 

આટલા હથિયાર આવ્યા ક્યાંથી ?


જૂનાગઢમાં ગેંગવોર બાદ પોલીસે કાર્યવાહી કરી મામલો શાંત પાડ્યો હતો. જોકે સવાલ એ છે કે આટલા હથિયારો આવ્યા ક્યાંથી ?