તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢમાં રાત્રે બે જૂથ વચ્ચે સામ સામે 20થી વધુ રાઉન્ડ ગોળીબાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાહનોમાં કરાઇ તોડફોડ - Divya Bhaskar
વાહનોમાં કરાઇ તોડફોડ

જૂનાગઢ: જૂનાગઢમાં મંગળવારે મોડી રાત્રે બે જૂથ વચ્ચે જૂથ અથડામણ થઇ હતી. જેમાં બન્ને જૂથોએ સામે સામે 20થી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. તેમજ સોડા બોટલના ઘા કરવામાં આવ્યા હતા. તેમજ વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. બનાવના પગલે રાત્રે જ પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા. પોલીસે 15થી વધુ શકમંદોની ધરપકડ કરી હતી. 

 

ગોળીબારમાં 6 લોકોને ઇજા પહોંચતા હોસ્પિટલે ખસેડાયા હતા

 

સામસામે થયેલા ગોળીબારમાં 6 લોકોને ઇજા પહોંચી હતી અને તેઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. બે દિવસ અગાઉ રાજકોટ-જૂનાગઢ હાઈવે પર એક કાર પલટી ખાઈ ગઈ હતી જેમાં બે વ્યક્તિના મોત થયા હતા. જ્યારે અન્ય છને ઇજા થઈ હતી. આ બનાવને લઈને સિવિલ હોસ્પિટલમાં બે જૂથ સામસામે આવી ગયા હતા. બોલાચાલી થઈ હતી પરંતુ ત્યારબાદ વાત વણસી હતી. બંને જૂથ દ્વારા એકબીજા પર ગોળીબાર કરાયો હતો. ત્રણ વ્યક્તિને ઇજા થઈ છે જેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઘટના સ્થળેથી 11 ફૂટેલા કારતૂસ જ્યારે 8 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. દુકાનના શટર પર ફાયરિંગના નિશાન પણ જોવા મળ્યા હતા.

 

ગોપાલાનંદજી બાપુને છેલ્લા 15 દિવસમાં બે નવા દાંત અને નવી ચામડી આવી હતી, બિલખામાં નીકળી પાલખીયાત્રા


વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો.....

તસવીરો: અજયકુમાર ગોહેલ, જૂનાગઢ