અમદાવાદનાં ઓઢવની ઘટના બાદ જૂનાગઢનું તંત્ર નિદ્રામાંથી જાગી, 58 જોખમી ઈમારતને પાઠવવામાં આવી નોટીસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ: અમદાવાદના ઓઢવમાં બહુમાળી ઈમારત પત્તાના મહેલની જેમ પડી જતાં અમદાવાદ મનપા તંત્રના સત્તાધીશોની બેદરકાર નીતિ સામે આવી હતી. જોકે આ તરફ જૂનાગઢમાં અનેક એવી જોખમી ઈમારતો મોતના સામાનની જેમ પડવાની રાહે ઉભી છે. આ ઈમારતો ભીડ વાળા વિસ્તારોમાં છે. અથવા તો આ ઈમારતોમાં 100 થી 150 પરીવારો મોતને હાથમાં લઈને રહે છે. મહાનગર પાલિકાના સત્તાધિશો દ્વારા આજ દિન સુધી શહેરમાં 58 જોખમી ઈમારતોને નોટીસ પાઠવવામાં આવી છે. જોકે આમાંથી ફક્ત 1 દાણાપીઠમાં જ કાર્યવાહી કરવામાં આવી છે. બીજી તરફ લોકોના માથે જળબંતું જોખમ એમ જ યથાવત છેે. કાચની જેમ સ્પષ્ટ દેખાતું બિલ્ડીંગનું જોખમ અધિકારીઓને દેખાતું નથી.

 

નોટીસ - અકસ્માતની જવાબદારી તમારી રહેશે

 

ઈમારતનો ભાગ જે ભવિષ્યમાં નુકશાન કર્તા જણાતો હોય કોઈ જાન હાનિ કે અકસ્માત ન થાય તે હેતુથી સાદર જર્જરીત ભાગ તાત્કાલીક અસરથી તમારા ખર્ચે અને જોખમ સદરહું પ્રોપર્ટીના સંલગ્ન તમામ ઈજમેન્ટરી માલીકી તેમજ ભાડૂઆતી પેડકો યથાવત રાખીને તાત્કાલીક દિવસ -10માં સુરક્ષિત કરાવી લેવો કે ઉતારી લેવા હુકમ કરવામાં આવે છે. જો આમ કરવામાં નિષ્ફળ જશો અને કોઈ જાનહાનિ કે અકસ્માત થશે તો તે અંગે ઉપસ્થિત થતી તમામ જવાબદારી તમો વપરાશ કરનાર, માલિકની રહેશે જેની ગંભીર નોંધ લેશો.