13 દેશોમાં સંગીતની કલા પાથરનાર સરકારી સ્કૂલના શિક્ષકે 100 વિદ્યાર્થીઓને બાંસુરી વગાડતા કર્યા

સ્ટાર પ્લસ જેવી અનેક ચેનલોની સિરીયલમાં બાંસુરીવાદન કર્યું છે

DivyaBhaskar.com | Updated - Sep 16, 2018, 10:31 AM
સરકારી સ્કૂલના શિક્ષકે 100 વિદ્યાર્થીઓને બાસુરી વગાડતા શિખવાડ્યું
સરકારી સ્કૂલના શિક્ષકે 100 વિદ્યાર્થીઓને બાસુરી વગાડતા શિખવાડ્યું

સ્ટાર પ્લસ જેવી અનેક ચેનલોની સિરીયલમાં બાંસુરીવાદન કર્યું છે

વેરાવળ: ગિર-સોમનાથ જિલ્લાનાં ધોકડવા તાલુકાનાં વતની અને વાવરડા પ્રાથમિક શાળામાં સંગીત વિશારદ શિક્ષક તરીકે ફરજ બજાવતા વોરા વિપુલભાઇ ચંદ્રકાંતભાઇ પોતાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 100 વિદ્યાર્થીઓને બાંસુરી તેમજ હાર્મોનિયમ વગાડતા કર્યા છે. તેમની આ સિદ્ધિને લીધે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. વિપુલભાઇએ 13 દેશોમાં પોતાની સંગીતની કલા પાથરી ચૂક્યા છે.

સ્ટાર પ્લસ જેવી અનેક ચેનલોની સિરીયલમાં બાંસુરીવાદન કર્યું છે


વિપુલભાઇ ભારત ઉપરાંત અમેરિકા, લંડન, સ્વિત્ઝર્લેન્ડ, સીંગાપુર, સહિત 13 દેશોમાં પણ પોતાની સંગીત કલા પ્રદર્શિત કરી ચૂક્યા છે. આ ઉપરાંત વિપુલભાઇની તેમણે સ્ટાર પ્લસ જેવી અનેક ચેનલોની સિરીયલમાં બાંસુરીવાદન કર્યું છે. ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાની કથા જ્યાં હોય ત્યાં વિપુલભાઇનું બાંસુરીવાદન હોય જ. તેમને આંતરાષ્ટ્રીય યુવક મહોત્સવ 2005માં શાસ્ત્રીય સંગીત વાદનમાં પ્રથમ ક્રમાંક મળતાં સન્માનિત પણ કરાયા હતા. હાલ તેઓ વાવરડા પ્રાથમિક શાળામાં સંગીત શિક્ષક તરીકે છોકરા-છોકરીઓને સંગીતની વિધિવત તાલીમ આપે છે. 60થી વધુ વિદ્યાર્થીઓને તેમણે ગાયન, હાર્મોનિયમ, બાંસુરી, તબલાં, વાયોલિન, વગેરેની વિધિવત તાલીમ આપી છે. આથી આ શાળાનાં 100 વિદ્યાર્થીઓ બાંસુરી વગાડતા થયા છે.

જંગલેશ્વર માદક પદાર્થનો અડ્ડો, 1.47 કિલો અફીણના ડોડવા સાથે એક શખ્સ ઝડપાયો

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો.....

તસવીરો: રાજેશ ભજગોતર, વેરાવળ.

13 દેશોમાં કરી ચૂક્યા છે પોતાની કલાને પ્રદર્શિત
13 દેશોમાં કરી ચૂક્યા છે પોતાની કલાને પ્રદર્શિત
આંતરાષ્ટ્રીય યુવક મહોત્સવ 2005માં શાસ્ત્રીય સંગીત વાદનમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો
આંતરાષ્ટ્રીય યુવક મહોત્સવ 2005માં શાસ્ત્રીય સંગીત વાદનમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો
X
સરકારી સ્કૂલના શિક્ષકે 100 વિદ્યાર્થીઓને બાસુરી વગાડતા શિખવાડ્યુંસરકારી સ્કૂલના શિક્ષકે 100 વિદ્યાર્થીઓને બાસુરી વગાડતા શિખવાડ્યું
13 દેશોમાં કરી ચૂક્યા છે પોતાની કલાને પ્રદર્શિત13 દેશોમાં કરી ચૂક્યા છે પોતાની કલાને પ્રદર્શિત
આંતરાષ્ટ્રીય યુવક મહોત્સવ 2005માં શાસ્ત્રીય સંગીત વાદનમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતોઆંતરાષ્ટ્રીય યુવક મહોત્સવ 2005માં શાસ્ત્રીય સંગીત વાદનમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App