તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • તમાકુના માવા ખાવા વાળા લોકો માટે સારા સમાચાર,Good News For Those Who Eat Tobacco, Now Comes Herbal Lentils

તમાકુના માવા ખાવા વાળા લોકો માટે સારા સમાચાર, હવે આવ્યા હર્બલ માવા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નામની સિરીયલમાંથી પ્રેરણા લઇ સમગ્ર ભારતમાં સૌપ્રથમ એક નહિ પરંતુ બબ્બે ગોકુલધામ સોસાયટીનું નિર્માણ કરનાર જૂનાગઢના સીનીયર સિટીઝન્સે હવે વ્યસન મુકિત અભિયાનને સાચી દિશા મળે તે માટે હર્બલ માવાનો આવિષ્કાર કર્યો છે. ગુજરાતમાં અને એમાંયે સાૈરાષ્ટ્રમાં માવા ખાવાનું વ્યસન વધુ જોવા મળે છે. નાના મોટા દરેક લોકો તમાકુ વાળા માવા ખાય છે.

 

આવા માવા ખાવાથી કેન્સર થવાની સંભાવના વધી જાય છે. ત્યારે આવા માવાના બંધાણીઓને આ વ્યસનથી છોડાવવા હર્બલ માવાની શરૂઆત કરવામાં આવી છે. આ અંગે હર્બલ માવા બનાવનાર કાન્તીલાલ જાંજરૂકીયાએ જણાવ્યું હતું સમગ્ર ભારતમાં હર્બલ માવા બનાવવાનો આ પ્રથમ અને સફળ પ્રયોગ છે.  હર્બલ માવો ખાધા પછી 90 ટકા લોકોએ તમાકુ વાળા માવા ખાવાનું છોડી દીધું છે.

 

કઇ રીતે માવાનું વિતરણ કરાય છે

 

માવાના વિતરણની શરૂઆત 3 એપ્રિલથી કરવામાં આવી છે.  7 એપ્રિલ સુધી દરેક વ્યકિતને 2 -2 હર્બલ માવાનું ફ્રિમાં વિતરણ કરવામાં આવશે. આ માટે ઝાંઝરડા  રોડ સ્થિત ઓમનગરમાં આવેલ ગોકુલધામ -2માં કાન્તીભાઇ જાંજરૂકીયાનો સવારના 8 થી 9 સુધીમાં સંપર્ક કરવાનો રહેશે. બાદમાં એક કિલો માવાનું પેકેટ 360ના ભાવે આપવામાં આવશે જેમાંથી 70 માવા બનશે.

 

વધુ તસવીરો અને માહિતી માટે આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરો...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તમારા પક્ષમાં છે. મોટાભાગના કામ મન પ્રમાણે પૂર્ણ થતાં જશે. કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત સુખ અને તાજગી આપી શકે છે. પારિવારિક સુખ-સુવિધાને લગતી વસ્તુઓ માટે શોપિંગમાં સમય પસાર થશે. ...

વધુ વાંચો