જૂનાગઢમાં 5 વર્ષથી ગણેશ મૂર્તિનું સ્થાપન થાય છે, વિસર્જન કરાતું નથી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ: જૂનાગઢ સહિત સમગ્ર દેશભરમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ભકતો પોતાની શ્રદ્વા મુજબ 1.5 દિવસ,3 દિવસ,5 દિવસ, 7 દિવસ, 9 દિવસ અને 11 દિવસ સુધી બાપાનું પૂજન અર્ચન કરી બાદમાં અગલે બરસ તુ જલ્દી આ ના નારા સાથે વિસર્જન કરે છે. 


જોકે જૂનાગઢની એક સોસાયટીનું  ગૃપ એવું છે કે જે છેલ્લા 5 વર્ષથી ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરે છે પરંતુ તેનું વિસર્જન કરતું નથી ! આ ગૃપનું નામ છે મહાવિર સોસાયટી યંગ ગૃપ. શહેરના ઉપરકોટ વિસ્તારમાં આવેલ સોસાયટીમાં કાર્યરત આ ગૃપના સભ્યોએ જણાવ્યું હતું કે અહિંયા 11 વર્ષથી ગણેશ મહોત્સવ ઉજવવામાં આવે છે. 6 વર્ષ સુધી તો મહોત્સવની સમાપ્તી બાદ બાપાની મૂર્તિનું વિસર્જન કરતા હતા. જોકે ગણેશ વિસર્જન બાદ મૂર્તિની થતી અવદશાને જોઇ ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી હતી. ત્યારે વિચાર આવ્યો કે આપણે ગણેશ મૂર્તિનું વિસર્જન ન કરીએ તો  અને આ વિચારની તુરત અમલવારી કરવામાં આવી. પરંતુ બાપાની મૂર્તિનું  કરવું શું  આવો પ્રશ્ન ઉપસ્થિત થયો. 


જોકે બાદમાં નક્કી થયું કે ગણેશ મહોત્સવ પૂર્ણ થયા બાદ કોઇપણ એક સભ્ય ગણેશજીની મૂર્તિને તેના ઘરે લઇ જાય અને વર્ષભર પૂજા અર્ચના કરે. બીજા વર્ષે બીજા ગણેશ ભકતને લાભ આપવો. બસ, આ રીતે છેલ્લા 5 વર્ષથી સ્થાપિત થયેલ ગણેશ મૂર્તિનું વિસર્જન કરવામાં આવતું નથી અને તેના કારણેજ અમારી સોસાયટી અને આ વિસ્તારમાં બાપાની સદાયને માટે કૃપા રહે છે. દરમિયાન મંગળવારે બાપાને 108 વાનગીનો અન્નકોટ ધરવામાં આવ્યો હતો.