આસ્થા સાથે રમત: નદી-તળાવોમાંથી POPની ખંડિત મૂર્તિઓને રંગરોગાન કરી ફરી વેચવામાં આવે છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ: ગણેશ ઉત્સવ નજીક છે અને આપણી આસ્થા સાથે ચેડાં કરતી વિગતો સામે આવી છે. જૂનાગઢમાં કેટલાક વેપારીઓ કચરામાં પડેલી ગણેશજીની જૂની અને ખંડિત પ્રતિમાઓને ફરી રંગરોગાન કરી અડધા ભાવે શ્રદ્ધાળુઓને પધરાવી દેવાનો કારસો કરી રહ્યા છે. દિવ્ય ભાસ્કર દ્વારા કરાયેલા સ્ટિંગ ઓપરેશનમાં લોકોની ધાર્મિક લાગણી સાથે કેવા ચેડા થાય છે તેનો પર્દાફાશ થયો છે.

 

ભાસ્કરના સ્ટિંગમાં ધંધાર્થીએ કહ્યું-  જૂની મૂર્તિ નવી કરીને અડધી કિંમતે વેચીએ છીએ

 

ભાસ્કર : કાકા મૂર્તિ બુક કરાવવી પડે ?
ધંધાર્થી : નક્કી કરો, નક્કી કરો, તો પછી કરી દઉં.
ભાસ્કર : જૂની મૂર્તિ હોય તેનું કાંઇ અલગથી ઓછું કરી દો ?
ધંધાર્થી : જૂની મૂર્તિમાં શું છે કે મારે પોરની વધી છે. એ તમને ભાવમાં મલી જાશે.
ભાસ્કર : ભાવમાં એટલે કેટલા ? નવી મૂર્તિ કરતાં કેટલો ફરક પડે ?
ધંધાર્થી : અડધો ફરક પડી જાય.
ભાસ્કર : એટલે તમે રંગરોગાન ક્યારે કરી દ્યો ?
ધંધાર્થી : તમે મોડલ પસંદ કરો એટલે કહી દઉં તમને ભાવ.
ભાસ્કર : ભાવ શું, ક્યા પ્રમાણે ? કેટલા, આ નવી મૂર્તિ કરતાં કેટલો ફરક પડે ?
ધંધાર્થી : આ 17,500 ની છે. આ પડી એ 13,000 ની છે. આ પડી એ 12,000 માં છે. આ નાની પડી એ 5,500 માં છે.
ભાસ્કર : એટલે એમ નહીં લાગે ને કે આ જૂની મૂર્તિને સરખી કરીને નવી બનાવી છે ?
ધંધાર્થી : ના..ના. આ નવી હોય એવી જ થવાની હોય.
ભાસ્કર : કેટલો ભાવ હોય છે ?
ધંધાર્થી : જૂની મૂર્તિનો છેલ્લે જે રીતે આવે એ રીતે આપી દે.
ભાસ્કર : અત્યાર સુધીમાં કેટલા ઓર્ડર આવ્યા ? જૂની અને નવીનાં ?
ધંધાર્થી : 4 થી 5 ઓર્ડર. જૂનીનાં હજુ આવ્યા નથી, જૂની મૂર્તિનાં 15-20 નંગ પડ્યા હોય તો 20 કે 25 હજારમાં ભરાવી દઇએ.(અહેવાલ-અજય ગોહેલ)

 

વધુ તસવીરો જોવો આગળની સ્લાઇડ્સમાં...