મિજબાની / ગીરગઢડાના મોતીસરમાં ચાર સિંહોએ ગાયનો શિકાર કર્યો, વીડિયો વાઇરલ

મિજબાની માણી રહેલા ચાર સિંહો
મિજબાની માણી રહેલા ચાર સિંહો

  • 4 સિહોએ ગાયનું મારણ કરી મિજબાની માણી
     

DivyaBhaskar.com

Feb 11, 2019, 03:00 PM IST

ગીરસોમનાથ: શિકાર અને પાણીની શોધમાં વનના રાજા જંગલ છોડી રેવન્યુ વિસ્તારમાં આવવા લાગ્યા છે. ગીરગઢડાના મોતીસર ગામમાં ચાર સિંહોએ ધામા નાંખ્યા છે. ચાર સિંહોએ મધરાત્રે ગાયનો શિકાર કરી મિજબાની માણી હતી. આ અંગેની જાણ ગ્રામજનોને થતા ઘરની અગાસી પર ચડી ગયા હતા અને મિજબાની માણી રહેલા સિંહોનો વીડિયો મોબાઇલમાં ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. સિંહો આવતા જ ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

(માહિતી અને તસવીર: જયેશ ગોંધિયા, ઉના)

X
મિજબાની માણી રહેલા ચાર સિંહોમિજબાની માણી રહેલા ચાર સિંહો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી