તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢ શહેરમાં પ્રથમ વખત ધનુર થયેલા અશ્વને બચાવી લેવાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ: જૂનાગઢ કૃષિ યુનિ.માં પશુ સારવાર સંકુલ કાર્યરત છે અહીં હાથીથી લઇ તમામ પ્રકારનાં પ્રાણીઓને સારવાર આપવામાં આવે છે ત્યારે જૂનાગઢનાં ઇમરાનભાઇનાં સુલતાન નામનાં અઢી વર્ષનાં અશ્વને ધનુર થયું હતું. આ અશ્વને તાવનું ઈન્જેકશન આપ્યા બાદ ધનુર થયું હતું. સામાન્ય રીતે ધનુર થયેલા પ્રાણીને બચાવવા મુશ્કેલ હોય છે.


પરંતુ ઇમરાનભાઇનાં સુલતાનને ધનુર થતાં જૂનાગઢ કૃષિ યુનિ.ની પશુ સારવાર સંકુલમાં લાવવામાં આવ્યો હતો. આ અશ્વએ છેલ્લા બે ત્રણ દિવસથી ખોરાક લેવાનું બંધ કરી દીધું હતું. તેમજ પોતાનું મોં પણ ખોલી શકતો ન હતો. ત્યારે વેટરનરી કોલેજનાં ડીન ડો.પી.એચ.ટાંકનાં માર્ગદર્શનમાં મેડીસીન વિભાગનાં નિષ્ણાંત ડો.મુંજા જે.ભારાઇ, ડો.પિયુષ ડોડીયા, ડો.


જયેશ પટેલ એ પ્રાથમિક તપાસ કરી હતી. જેમાં આ અશ્વને ધનુર હોવાનું બહાર આવ્યુ હતું. અશ્વની સારવાર માટે ટીટેનસ ઇમ્યુનો ગ્લોબ્ધુલીન અને એન્ટી બાયોટીકની સળંગ 6 દિવસ સારવાર આપવામાં આવી હતી. 6 દિવસની સારવારનાં અંતે ત્રણ લાખની વધુની કિંમતનાં અશ્વને નવજીવન પ્રાપ્ત થયું હતું. વેટરનરી કોલેજનાં તબીબોનાં જણાવ્યા મુજબ ધનુર થયા બાદ કોઇપણ પ્રાણીને બચાવવું મુશ્કેલ હોય છે. પરંતુ આ જૂનાગઢ જિલ્લામાં પ્રથમ કેસ છે કે જેમાં ધનુર થયા બાદ અશ્વને બચાવી લેવામાં આવ્યો છે.