જૂનાગઢ શહેરમાં બે દિવસીય ગ્રામ્ય સંસ્કૃતિને જીવંત કરતા ચિત્રોનું પ્રદર્શન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ: નવી પેઢી આપણી સંસ્કૃતિ અને આપણાં લોકજીવનથી ધીમે-ધીમે દૂર રહ્યો છે. તેમા પણ ખાસ કરીને ગ્રામ્ય સંસ્કૃતિથી ખાસો દૂર જતો રહ્યો છે. પ્રાચીન ગ્રામ્ય સંસ્કૃતિ અંગે યુવાનો અજાણ છે.ત્યારે જૂનાગઢમાં સોરાષ્ટ્રની રંગધારાનાં માધ્યમથી વિસરાઇ ગયેલી ગ્રામ્ય સંસ્કૃતિને જીવંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જૂનાગઢમાં તા. 30 જૂન થી 1 જુલાઇ બે દિવસ સુધી ગ્રામ્ય સંસ્કૃતિને જીવંત કરતા ચિત્રનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. આ પ્રદર્શન સોરઠ ઇન્ટરનેશનલ સ્કુલ વંથલી રોડ ખાતે સવારે 10 થી 6 વાગ્યા સુધી નિહાળી શકાશે. આ પ્રદર્શનનું ઉદ્ધાટન એમ.એમ.અનારવાલા, પદ્મશ્રી ભીખુદાનભાઇ ગઢવી કરશે. તેમજ સામત બેલા, સામત ગરેજા, કરસન ઓડેદરા, દર્શિકા લખલાણી સહિતનાં ચિત્રકારો હાજર રહેશે. આ પ્રદર્શનમાં ગ્રામ્ય સંસ્કૃતિને જીવંત કરતા 125 જેટલા ચિત્રો બે દિવસ સુધી નિહાળી શકાશે.

અન્ય સમાચારો પણ છે...