• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ: લોકોની તકલીફો દૂર કરવા કિન્નરો મેદાને, ડીજેના તાલે રમ્યા રાસ Enuch Dacnce With DJ Music In Junagadh

જૂનાગઢ: લોકોની તકલીફો દૂર કરવા કિન્નરો મેદાને, ડીજેના તાલે રમ્યા રાસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ: જૂનાગઢનાં માર્ગો પર આજે કિન્નરોએ બહુચર માતાજી અને મેલડી માતાજીની રથયાત્રા કાઢી હતી. જેમાં જૂનાગઢનાં તેમજ બહારગામથી આવેલા કિન્નરો જોડાયા હતા. ને આખે રસ્તે ડીજેનાં તાલે ખુબ નાચ્યા હતા. બાદમાં જ્યાં માંડવાનું આયોજન કરાયું છે એ ધોબી સમાજની વાડી ખાતે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે કિન્નર નિલુમાસીએ કહ્યું હતું કે, અમે અાખું વર્ષ લોકો પાસેથી ભિક્ષાવૃત્તિ કરીને પૈસા લઇએ છીએ.

 

તો અમારે પણ લોકોની સુખાકારી માટેની કામના કરવી જોઇએ. એટલેજ આ માંડવાનું આયોજન કર્યું છે. અમારી આ માંડવામાં એવી પ્રાર્થના અને માતાજી પાસે ઇચ્છા હોય છે કે, લોકોનું ભલું થાય. લોકો સુખી થાય લોકોને-સમાજની તકલીફો માતાજી દૂર કરેે. સમાજ પાસેથી અમે જે લઇએ છે એ અમારા પરનું એક ઋણ છે એ અમે લોકોનાં ભલાની પ્રાર્થના કરીને 
ચૂકવીએ છીએ.આ રથયાત્રા સવારે લીમડા ચોકથી શરૂ થઇ હતી. અને માલીવાડા, પોસ્ટ ઓફિસ રોડ, આઝાદ ચોક, એમજી રોડ થઇ કાળવા ચોકમાં પૂરી થઇ હતી.

 

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો.....

 

તસવીરો: નિમશ ઠક્કર, જૂનાગઢ.