Home » Saurashtra » Latest News » Junagadh » electric vire fall in truck and two person death near mendarada

મેંદરડા પાસે લોખંડ ભરેલા ટ્રક પર વીજ વાયર પડતા ડ્રાઇવર-ક્લીનરનું મોત

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 06:25 PM

ટ્રકમાં પંક્ચર પડતા ક્લીનર દોરડું ટાઇટ કરવા ટ્રક પર ચડ્યો હતો, ઉપર વીજ વાયરને હાથ અડી જતા વાયર તૂટીને ટ્રક પર પડ્યો

  • electric vire fall in truck and two person death near mendarada
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    મેંદરડા નજીક ટ્રક પર વીજ વાયર પડતા ડ્રાઇવર-ક્લીનરનું મોત

    મેંદરડા: મેંદરડા પાસે મોડી રાત્રે લોખંડ ભરેલા ટ્રક પર વીજ વાયર પડતા તાલાલાના ડ્રાઇવર અને ક્લીનર ગંભીર રીતે દાઝ્યા હતા. બંન્નેને સારવાર માટે 108 મારફત મેંદરડા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પરના તબીબે બન્નેને મૃત જાહેર કર્યા હતા.

    ટ્રકમાં પંક્ચર પડતા ક્લીનર દોરડું ટાઇટ કરવા ટ્રક પર ચડ્યો હતો

    પ્રાપ્ત વિગત મુજબ ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં રહેતા જહાંગીર વલી મહમલ બ્લોચ (ઉ.35) અને ક્લીનર રહીમ ઉર્ફે મુન્નો ઇસાભાઇ નારેજા ગામેતી ગુરૂવારે રાત્રે 12.30 વાગ્યાની આસપાસ જીજે 16 વી 4310 નંબરના ટ્રકમાં લોખંડનો ભંગાર ભરીને જતા હતા. ત્યારે મેંદરડા પાસે પહોંચતા મા કૃપા હોટલ નજીક ટ્રકમાં પંક્ચર પડ્યું હતું. આથી ક્લીનર રહીમભાઇ ટ્રક પર ચડીને દોરડુ ટાઇટ કરતા હતા ત્યારે ઉપરથી પસાર થતી 11 કેવીની વીજ લાઇનના વાયરને હાથ અડી જતા જીવંત વાયર તૂટીને ટ્રક પર પડ્યો હતો. જેમાં રહીમ અને જહાંગીરને ગંભીર ઇજા પહોંચતા બંનેને 108 મારફત મેંદરડા સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પરંતુ ફરજ પરના તબીબે બન્નને મૃત જાહેર કરતા મુસ્લિમ સમાજમાં શોકની લાગણી ફેલાઇ હતી.

    રાજકોટમાં કોલેજ બહાર રોમીયોગીરી કરતા યુવાનોના સીન વીખતી પોલીસ, ઉઠક-બેઠક કરાવી

    વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો..............

    તસવીરો: સરમન રામ, જૂનાગઢ.

  • electric vire fall in truck and two person death near mendarada
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ગંભીર ઇજા પહોંચતા મેંદરડા સરકારી હોસ્પિટલે ખસેડાતા ફરજ પરના તબીબે બંન્નેને મૃત જાહેર કર્યા હતા
  • electric vire fall in truck and two person death near mendarada
    ટ્રકમાં પંક્ચર પડ્યું હતું
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ