Home » Saurashtra » Latest News » Junagadh » Elderly couple in Chaprada village, together with an intervals of two and a half hours

વિસાવદરના ચાપરડા ગામે વૃદ્ધ દંપતીએ અઢી કલાકનાં અંતરે જ એક સાથે અનંતની વાટ પકડી

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 10:37 AM

એકસાથે અંતિમયાત્રા નીકળતા ચાંપરડાં ગામ બન્યું શોકમય

  • Elderly couple in Chaprada village, together with an intervals of two and a half hours
    મૃતક વૃદ્ધ દંપતીની ફાઇલ તસવીર

    વિસાવદર: જવલ્લે જ જોવા મળતો એક કિસ્સો વિસાવદર તાલુકાના ચાપરડા ગામમાં જોવા મળ્યો છે. ચાપરડા ગામમાં 9 તારીખે મોડી રાત્રે પતિનું નિધન થયું હતું. પતિના નિધનના વિરહમાં પત્નીનું પણ તે જ દિવસે 92 વર્ષની વયે અવસાન થયું હતું. પતિ અને પત્નીના એકસાથે અંતિમસંસ્કાર કરવામાં આવતા સમગ્ર ગામ શોકમય બન્યું હતું.

    પતિના નિધનના અઢી કલાક બાદ પત્નીએ પણ અનંતની સાથે વાટ પકડી

    વિસાવદરના ચાપરડા ગામે જમનભાઈ તથા વિનુભાઈના પિતા લિબાભાઈ (ઉ.વ.92)નું બિમારીને લીધે 9 તારીખે રાત્રે 1.30 વાગ્યે અવસાન થયું હતું. પતિના નિધનનું વિરહ ખુદ પત્ની લાભુબહેન ન સહન કરી શક્યા. જેને લઈને લાભુબહેન (ઉ.વ.90) નું પણ 9 તારીખે પરોઢિયે 4 વાગ્યે અવસાન થયું હતું. પતિના નિધનના અઢી કલાક બાદ પત્નીએ પણ અનંતની સાથે વાટ પકડી હતી. પતિ-પત્નીએ આમ જિંદગીભર એકબીજાને સાથ આપ્યો. અને સાથે જ જીવનની અંતિમ વિદાય પણ લીધી હતી. 9 તારીખે લિબાભાઈ અને લાભુબહેન બન્નેની અંતિમયાત્રા સાથે નીકળી હતી.

    સિંહોએ કરેલા માનવ મૃત્યુ કરતાં મનુષ્યએ વધુ કરી સિંહોની હત્યા, વનતંત્રનાં અભ્યાસમાં તારણ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ