તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હકીકત: કૂતરાનું એઠું માંસ ખાવામાત્રથી કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ ન થાય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

જૂનાગઢ: સિંહોનાં મોત બાદ હવે સરકાર જાગી છે. અને એક પછી એક પગલાં લેવાઇ રહ્યા છે. દરમ્યાન સિંહો તેમજ વન્ય પ્રાણી સૃષ્ટિનાં સંશોધકો અને નિષ્ણાંતોનાં મતે સિંહોમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ કૂતરાનું એઠું માંસ ખાવામાત્રથી જોવા મળ્યો એ કહેવું ખોટું છે.


જૂનાગઢનાં તબીબી પ્રેક્ટીશનર અને સિંહ પ્રેમી નામ ન આપવાની શરતે કહે છે, સિંહ જ્યારે મારણ કરે અને એજ વખતે જો તે પૂરેપૂરું ન ખાય તો ત્યારપછી તે 24 કલાકે  પાછો એજ સ્થળે એજ મારણ ખાવા આવે છે. ત્યાં સુધી અન્ય પ્રાણીઓ પણ તેને આરોગે છે. તેમાં કૂતરાં, શિયાળ, ઝરખ જેવા પ્રાણીઓ પણ હોઇ શકે. 24 કલાકે સિંહ પાછો એ માંસ આરોગે આવું કાંઇ હમણાંજ નથી બનતું. જ્યારથી ગિરમાં સિંહો છે ત્યારથી બનતું આવ્યું છે. પણ કેનાઇન ડિસ્ટેમ્પર આ વખતે જ લાગુ પડ્યો. વળી કેનાઇન ડિસ્ટેમ્પર ગિર જંગલનાં ઇતિહાસમાં સિંહોમાં પ્રથમ વખત દેખાયો એ પણ હકીકત છે. અને એ પણ 4 જ સિંહોમાં અન્યોનાં રીપોર્ટસ બાકી છે.

 

તેઓમાં જો એ વાઇરસ જોવા મળે તો પણ તે કૂતરાંનું એઠું માંસ આરોગવાથી થયો એમ ન કહી શકાય. હા કૂતરાં કેનાઇન ડિસ્ટેમ્પરનાં વાહક ગણાય ખરા. પણ જો એવું જ હોય તો આટલા બધા વર્ષોમાં પણ તે લાગુ પડવો જોઇતો હતો. પણ એવું બન્યું નથી. આ રોગ હવા કે અન્ય કોઇ રીતે પણ સિંહોમાં એક્ટિવ થઇ શકે. વળી સિંહ ઘણી વખત પોતે કરેલા મારણનું 4-4 દિવસ જૂનું માંસ ખાયજ છે. તેનામાં કુદરતી એવી સેન્સ હોયજ છે કે ક્યું માંસ ખાવું અને ક્યું ન ખાવું. આપણે એટલા સદ્નસીબ છીએ કે, દલખાણીયા રેન્જનાંજ અન્ય 30 સિંહોને આ રોગ લાગુ નથી પડ્યો. એજ વિસ્તારમાં રહેતા હોવા છત્તાં ત્યાં સુધી ચેપ નથી ફેલાયો. પણ જેમને ચેપ લાગ્યો હોય તેને તાકીદે અન્ય સિંહોનાં ગૃપથી જુદાં કરીજ દેવાં પડે એ તેમને બચાવવાની પહેલી શરત છે.

 

કૂતરાંથી મારણમાં આવે તો 20 મિનીટથી 3 કલાક સુધીજ એક્ટિવ રહે


જો કૂતરાં થકી સિંહનાં મારણમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ પ્રવેશે તો તેની આયુષ્ય 20 મિનીટ થી લઇને 3 કલાક સુધીનીજ હોય છે. એટલા સમયમાં તે સિંહોમાં પ્રવેશી જાય તોજ તે એક્ટિવ થાય. વળી તે સિંહોમાં પ્રવેશી જાય છત્તાં એક્ટિવ  ન થાય એવું પણ બને.

 

કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ બાદ જોવા મળતા લક્ષણો

 

- સિંહની આંખ-નાકમાંથી પાણી પડે
- સિંહને ઉધરસ આવે
- શ્વાસ  લેવામાં તકલીફ પડે
- જો મગજમાં અસર થઇ હોય તો આંચકી આવે
- શરીરમાં નબળાઇ આવી જાય