સિઝનલ સ્વાઈન ફ્લુથી ડરો નહીં, સાવચેતી રાખો

સ્વાઈન ફ્લુ રોગચાળાને સરકારે સિઝનલ ફ્લુ તરીકે જાહેર કર્યો છે

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 12:50 AM
Do not be afraid of seasonal swine flu, be careful

જૂનાગઢ: ગિર સોમનાથ જિલ્લામાં સ્વાઈન ફ્લુ ના પોઝીટીવ કેસ સામે આવ્યા છે. પરંતુ હવે મેડીકલ ક્ષેત્રે પ્રગતિ અને દવાઓ શોધાયા બાદ સ્વાઈન ફ્લુનો ઈલાજ શક્ય બન્યો છે. અને હવે સ્વાઈન ફ્લુથી મોત થવાના કિસ્સા ઘટી ગયા છે. છતાં સ્વાઈન ફલુ સામે સાવચેતી એ જ સારવાર ગણી શકાય. જેથી જીવલેણ સ્વાઈન ફ્લુથી બચી શકાય. જોકે હવે ભેજ યુક્ત વાતાવરણ માં જ પ્રસરતો સ્વાઈન ફ્લુને સરકારે સિઝનલ ફ્લુ તરીકે જાહેર કરી દિધો છે. તેની સામે દરેક મોટી હોસ્પિટલમાં સ્વાઈન ફ્લુ માટે અલગ વોર્ડ પણ બનાવવામાં આવ્યા છે.


જૂનાગઢની સિવીલ હોસ્પિટલમાં અલગથી આઈસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો

જૂનાગઢની સિવીલ હોસ્પિટલમાં પણ અલગથી આઈસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યો છે. જેથી સ્વાઈન ફ્લુના દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે. સ્વાઈન ફ્લુના કિસ્સામાં ડાયાબિટીસ, હાઈપર ટેન્શન, ફેફસાની બિમારી, રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવી, વૃધ્ધાવસ્થાએ પહોચેલા લોકો, પાંચ વર્ષથી નીચેના બાળકો, સગર્ભા સ્ત્રીઓને હાઈપર રિસ્કની શ્રેણીમાં ગણાવામાં આવે છે. કેમકે આ શ્રેણીમાંથી કોઈનું સ્વાઈન ફ્લુથી મોત નીપજે તો તેને એસોસીએટ સ્વાઈન ફ્લુ ડેથ તરીકે ઓળખવામાં આવે છે.


સ્વાઈન ફ્લુના લક્ષણો:

-સખત તાવ આવવો
-માથું દુખવું
-શ્વાસ લેવામાં તકલીફ થવી
-છાતી કે પેટમાં દુખાવો કે દબાણ
-અચાનક મૂર્ચ્છા
-ગૂંચવણ
-ભારે અથવા સતત ઊલ્ટી


સ્વાઇન ફલુથી બચવા આ બાબતોની કાળજી રાખો


-છીંક સમયે મોઢે રૂમાલ રાખો
-વપરાયેલ ટીસ્યુને કચરામાં નાખો
-નિયમીત સાબુથી હાથ ધોવો
-લક્ષણ દેખાય તો ડોકટરને બતાવો
-ફલુ હોય તો અન્ય લોકોથી દૂર રહો
-ઘરે રહો, ભીડમાં જવાનું ટાળો
-હાથ તથા ગળે મળવાનું ટાળો
-ગંદા હાથથી ચહેરાને સ્પર્શ ન કરો

શું કહે છે એક્સપર્ટ ?


સ્વાઈન ફ્લુ જેવા લક્ષણ દેખાય એટલે તરત નજીક સ્વાસ્થય કેન્દ્ર પર ઓથોરાઈઝ ડોક્ટરને બતાવી સારવાર લેવી એજ એક બચવાનો ઉપાય છે. - ડો. ચંદ્રેશ વ્યાસ, જિલ્લા આઈડીએસપી

X
Do not be afraid of seasonal swine flu, be careful
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App