તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢના વડાલ પાસે વન્યપ્રાણી આડે ઉતરતા કારે પલ્ટી મારી, બેના મોત, પાંચ ગંભીર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વન્યપ્રાણી આડે ઉતરતા કાર પલ્ટી મારી ગઇ હતી - Divya Bhaskar
વન્યપ્રાણી આડે ઉતરતા કાર પલ્ટી મારી ગઇ હતી

જૂનાગઢ: જૂનાગઢના વડાલ પાસે રવિવારે મોડી રાત્રે કાર આડે વન્યપ્રાણી ઉતરતા ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર પલ્ટી મારી ગઇ હતી. જેમાં કારમાં સવાર બે વ્યક્તિના મોત નીપજ્યા હતા અને પાંચ વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. મૃતક બન્ને વ્યક્તિ જૂનાગઢના વતની હતા. 

 

મુસ્લિમ સમાજ હોસ્પિટલ દોડી આવ્યો હતો

 

પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના વડાલ નજીક રસ્તા વચ્ચે કોઇ વન્ય પ્રાણી આડે ઉતરતા ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ઇનોવા કાર પલ્ટી મારી ગઇ હતી. આ અકસ્માતમાં જૂનાગઢના અઝીર મૈયા સૈયદ (ઉ.60) અને રહીમ સરગસીયા (ઉ.55)નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. કારમાં સવાર જૂનાગઢ શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટર વહાબ કુરેશી સહિત પાંચ વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ મુસ્લિમ સમુદાયના લોકો જૂનાગઢની સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

 

એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ મેળવનાર નીનાનું રાજકોટમાં સ્વાગત કહ્યું 'ખેડૂતની દીકરી છું તેનો મને ગર્વ છે'

 


વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો...........