શક્તિ પ્રદર્શન / હું ડર્યો હોત તો ભાજપમાં જતો રહ્યો હોત, જેલમાં જવું પડે તો પણ મારી તૈયારી છે: ભગવાન બારડ

Divyabhaskar.com

Mar 17, 2019, 04:51 PM IST
શક્તિ સંમેલન
શક્તિ સંમેલન
X
શક્તિ સંમેલનશક્તિ સંમેલન

  • લોકસભાની 7 જેટલી બેઠકોના સમીકરણો બદલાવી નાખવાની ચિમકી 

રાજકોટ:ખનિજ ચોરીના કેસમાં તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડના સમર્થનમાં આજે વેરાવળમાં આહિર સમાજનું શક્તિ સંમેલન યોજાયું છે. જેમાં ગુજરાતભરના આહિર સમાજના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. આ સંમેલનમાં ભગવાન બારડે નિવેદન આપતા કહ્યું કે હું ડર્યો નથી અને જો હું ડર્યો હોત તો ભાજપમાં જોડાઈ ગયો હતો. મને ન્યાય તંત્ર પર પુરો ભરોષો છે.  આ સાથે જ સરકારને ખૂલ્લો પડકાર ફેંક્યો હતો કે હજુ કાઈ બાકી હોય તો પણ કરજો. ભગવાન બારડે આક્ષેપ કર્યો હતો કે તેમને થયેલી સજા મોકૂફ રહી હોવા છતાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

ચૂકાદા સામે 2 જોડી કપડા તૈયાર રાખ્યાં-બારડ

1.શક્તિ સંમેલનમાં ભગવાન બારડે નિવેદન આપતા કહ્યું કે હું ડર્યો હોત તો ભાજપમાં જતો રહ્યો હોત અને હું ઝુક્યો નથી, જેલમાં જવું પડે તો પણ મારી તૈયારી છે. ચૂકાદા સામે મે 2 જોડી કપડા તૈયાર રાખ્યા છે. મને ન્યાયતંત્રનો આદેશ શિરો માન્ય છે. આ સાથે જ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે આ સરકાર કિન્નાખોરીવાળી છે અને મને જેલમાં નાખવાનું આ સરકારનું કાવતરૂ છે. બારડે કહ્યું કે રાજકારણ મારા લોહીમાં છે. હું ગુનેગાર હોઉ તો અહીંની પ્રજા મને સજા આપે. સરકારના અધ્યક્ષે રજાના દિવસે મને બરતરફ કર્યો. મને લાગે છે મારાથી સરકારને ડર લાગે છે. હું સરકાર સામે નમવાનો નથી. કારણ કે હું સત્તાનો ભુખ્યો નથી હું પ્રેમનો ભુખ્યો છું.
સમાજ મારી સાથે છે એટલે મને કોઈનો ડર લાગતો નથી
2.

બારડે કહ્યું કે કોર્ટનો ચુકાદો મે વાંચ્યો હતો મને ઉપરની અદાલતમાં અપીલ કરવા માટે 30 દિવસનો સમય મળ્યો હતો તેમ છતાં રવિવારે રજાના દિવસે મને સસ્પેન્ડ કરવામાં આવ્યો. જો હું ગુનેગાર હોવ તો અહીંની પ્રજા મને  સજા આપે.મારા પર ભૂતકાળમાં પણ ફરિયાદ થઈ છે, પરંતુ હું ઝૂક્યો નથી.  સરકાર હાઇકોર્ટમાં પણ મારી સામે પડી છે, હું કોઈ આતંકવાદી નથી.  હું મારા પદનો દુરઉપયોગ નથી કરતો પરંતુ અધ્યક્ષને મારું પદ છીનવવાનો અધિકાર નથી.  મારો સમાજ મારી સાથે છે એટલે મને કોઈનો ડર લાગતો નથી.

આહીર સમાજ તેની તાકાતનો પરચો 2019ની ચૂંટણીમાં બતાવશે
3.સમાજનાં હીરાભાઈ જોટવાનાં જણાવ્યા પ્રમાણે વેરાવળ સેસન્સ કોર્ટ દ્વારા સુત્રાપાડાના કેસમાં ભગવાનભાઇને થયેલી સજા ઉપર સ્ટે. આપેલ હોવા છતાં  વિધાનસભાના અઘ્યક્ષ દ્વારા ભગવાન બારડને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. સરકારના આ કિન્નાખોરી ભર્યા પગલાંથી સમસ્ત ગુજરાત સૌરાષ્ટ્ર કરછ વિસ્તારમાં રહેતા આહીર સમાજમાં ઘેર પ્રત્યાઘાત પડ્યાં છે. ભગવાનભાઇ બારડને સરકાર દ્વારા ન્યાય નહીં આપવામાં આવે તો સમસ્ત આહીર સમાજ તેમની તાકાતનો પરચો 2019ની લોકસભાની ચૂંટણીમાં બતાવશે તેમ જણાવ્યું હતું. 
સૌરાષ્ટ્રભરના આહિર સમાજનું શક્તિ સંમેલન
4.ગુજરાત આહિર સમાજનાં ઉપપ્રમુખ ભીખૂભાઇ વારોતરીયાનાં અધ્યક્ષ પદે આ શક્તિ સંમેલનમાં જામનગર, દેવ ભૂમિ દ્વારકા, રાજકોટ, મોરબી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર-સોમનાથ જિલ્લાના આહીર સમાજના લોકો મોટી સંખ્યાંમાં જોડાયા છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી