સિંહ મુદ્દે કેન્દ્રનું તારણ: ઇન્ફાઇટ અને ફેફ્સામાં ઇન્ફેક્શન થવાથી 11 સિંહોના મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ - Divya Bhaskar
જૂનાગઢમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ

જૂનાગઢ: ગીર પૂર્વના દલખાણીયા રેન્જમાં 11 સિંહોના મોત મામલે આજે જૂનાગઢમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં એડિશનલ ફોરેસ્ટ સેક્રેટરી ડો.રાજીવ માથુરે જણાવ્યું હતું કે, ઇન્ફેક્શનથી જે સિંહોના મોત થયા છે તે સિંહોનું ઇન્ફાઇટથી જ મોત થયા છે. ઇન્ફાઇટથી સિંહોને ફેફ્સા અને લીવરમાં ઇન્ફેક્શન આવી ગયું હતું. જેને કારણે સિંહોના મોત થયા છે. 

 

જંગલ વિસ્તારમાં 300 અધિકારીઓ ઉતારવામાં આવ્યા, વન વિભાગના 4 કર્મચારીઓ સહિત 64 ટીમ બનાવવામાં આવી 

 

જંગલ વિસ્તારમાં 300 અધિકારી ઉતારવામાં આવ્યા છે અને 16 જેટલી રેન્જ છે. દરેકમાં વન વિભાગના 4 કર્મચારીઓ સહિત 64 ટીમ બનાવવામાં આવી છે. તમામ સિંહને લોકેટ કરી તપાસ ચાલુ છે. આ મહિનાના એન્ડમાં કેન્દ્રને રિપોર્ટ કરવામાં આવશે. તપાસ દરમિયાન ડોક્ટર સાથે રાખીશું અને કોઇ પ્રાણી નબળુ હશે તો તેને તાત્કાલિક સારવાર આપીશું, પાંચ રેસ્ક્યુ ટીમ સાથે રેહેશે. પેટ્રોલિંગ થાય જ છે અને આ બનાવ બાબતે પેટ્રોલિંગ સઘન બનાવાશે. કેન્દ્રનું માર્ગદર્શન લેવામા આવશે. આજુબાજુના ગામડાના ઢોર છે તેને રસિકરણ કરવામાં આવશે. સિંહને ઇન્ફેકશન ન લાગે તેના પગલા લેવાનું શરૂ કરાયું છે. સિંહ કંઇ રીતે ગ્રુપમાં રહે છે ક્યાં મુવમેન્ટ કરે છે, કોઇ ઇજા થઇ છે કે નહીં તેની તપાસની કામગીરી ચાલુ કરી દેવાઇ છે. ભારત સરકારની ટીમનું પ્રાથમિક તારણ છે અને તેમના મતે પણ ઇન્ફાઇટ જ કહેવાયું છે. વિસેરા લઇ લીધા છે તેનુ કામ ચાલુ છે. 9 સિંહોના મોત ઇન્ફાઇટમાં થયા છે અને હજુ બે સિંહોના રિપોર્ટ આવ્યા બાદ સાચુ કારણ બહાર આવશે. સરકાર સતત ચિંતા કરી કરી રહી છે. કેન્દ્ર સરકારના એક્સપર્ટની પણ મદદ લેવામા આવી છે. સમગ્ર ગીર જંગલમાં સિંહો માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામા આવી રહી છે.

 

વનતંત્ર અને સરકાર ખોટુ બોલે છે, ગંભીર વાયરસ ફેલાયાની વાત, દલખાણીયા રેન્જમાં સૌથી વધુ લાયન શો

 

 

માહિતી અને તસવીર: નિમિષ ઠાકર, જૂનાગઢ.