તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગીરનું જંગલ છોડી 9 સાવજો શિકારની શોધમાં આવી ચડ્યા રેવન્યુ વિસ્તારમાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિકારની શોધમાં 9 સિંહો રેવન્યું વિસ્તારમાં આવી ચડ્યા - Divya Bhaskar
શિકારની શોધમાં 9 સિંહો રેવન્યું વિસ્તારમાં આવી ચડ્યા

ગિરસોમનાથ: ગીરના જંગલમાં શિકાર ન મળતો હોય સિંહો શિકારની શોધમાં ઘણીવાર રેવન્યુ વિસ્તારમાં આવી ચડતા હોય છે. ત્યારે એક કે બે નહીં પણ એકસાથે 9 સાવજોનું ટોળુ શિકારની શોધમાં ગીરનું જંગલ છોડી રેવન્યુ વિસ્તારમાં આવી ચડ્યા હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં 9 સિંહો ખેડૂતના ખેતરમાંથી પસાર થઇ રહ્યા હોય તેવા દ્રશ્યો ખેડૂતે પોતાના મોબાઇલમાં વીડિયોમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો છે. તેમજ આ ગામ ગીર પંથકનું હોય તેવું જાણવા મળ્યું છે. વીડિયોમાં ગીર જંગલનો નામાંકિત જાંબો સિંહ પણ કેમેરામાં કેદ થયો છે. પોતાનું ગુજરાન ચલાવવા સિંહો હવે જંગલ છોડી ગામડા આસપાસ વસવાટ કરવા લાગતા ગ્રામજનોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

 

11 સિંહોને ઝેર આપી માર્યા હોવાની આશંકા, ભેંસો-ઘેટાંના મારણથી ત્રસ્ત હતા ગ્રામજનો


માહિતી અને તસવીરો: જયેશ ગોંધિયા, ઉના.