ગિરનાર વરસ્યો: જંગલમાં 7 જૂનાગઢમાં 4 ઇંચ વરસાદથી વન ખીલી ઉઠ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ: જૂનાગઢમાં ગુરૂવારે અષાઢ અનરાધાર વરસ્યો છે. જૂનાગઢમાં સવારે શરૂ થયેલો વરસાદ દિવસ ભર વરસ્યો હતો. જૂનાગઢમાં ગુરૂવારે 4 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. જૂનાગઢમાં વરસાદનાં પગલે ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતાં. મહાનગર પાલિકાનાં કંટ્રોલ રૂમમાં ફરીયાદનો વરસાદ થયો હતો.  જૂનાગઢમાં વરસાદનાં કારણે જોષીપરા અંડરબ્રીજમાં પાણી ભરાઇ ગયું હતું. અંડરબ્રીજમાં પાણી ભરાતા અંડરબ્રીજ બંધ કરી દેવામાં આવ્યો હતો. જૂનાગઢમાં રસ્તા પર નદીઓ વહેવા લાગી હતી. આ ઉપરાંત ગિરનાર જંગલમાં 7 ઇંચ વરસાદ પડ્યો હતો. જંગલમાં વરસાદ પડતા નદી નાળામાં પાણી આવ્યાં હતાં. સોનરખ નદી અને કાળવામાં પાણી આવ્યું હતું. ગિરનારમાંથી નીકળતા ઝરણાં વહેવા લાગ્યા હતાં.

 

આણંદપુરમાં 5, વિલીંગ્ડનમાં 4 ફૂટ નવાં નીરની આવક

 

રવિવારની રાતથી જૂનાગઢ અને ગિરનારમાં વરસાદ પડવાનું શરૂ થયું છે, ખાસ કરીને ગિરનારમાં સતત ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે. ગિરનારમાંથી નિકળતી નદીઓમાં પુર આવ્યાં છે. બુધવારે નદીઓમાં સામાન્ય પાણીની આવક થઇ હતી. ગુરૂવારે પાણીની આવકમાં વધારો થયો છે. સોનરખ, કાળવા, અોઝત નદીમાં પાણી આવ્યાં છે. આ ઉપરાંત દાતારનાં ડુંગરની ગોદમાં આવેલા વિલીંગ્ડન ડેમમાં નવા નીરની આવક થઇ છે.

 

હસ્નાપુર ડેમ પર સાડા ત્રણ ઇંચ વરસાદ

 

છેલ્લા બે દિવસમાં વિલીંગ્ડન ડેમમાં ચાર ફૂટ પાણી આવ્યું છે. વિલીંગ્ડન ડેમની કુલ 34 ફૂટની સપાટી છે,તેમાંથી 24 ફૂટ પાણી ભરાયું છે.હવે માત્ર 10 ફૂટ ડેમ ભરાવાનો બાકી રહ્યો છે. આ ઉપરાંત આણંદપુર ડેમમાં પાંચ ફૂટ પાણી આવ્યું છે. જૂનાગઢને પીવાનું પાણી પુરૂ પાડતા બન્ને ડેમમાં નવા નીરની આવક થઇ છે.  ગિરનાર જંગલમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગુરૂવારે ગિરનાર જંગલમાં મનમુકીને મેઘો વરસ્યો હતો. 

 

વધુ તસવીરો જોવો આગળની સ્લાઇડ્સમાં