તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉનામાં બહેનની મશ્કરી કરતા ભાઇએ ઠપકો આપ્યો, 6 શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પરિવારજનોમાં ગમગીની - Divya Bhaskar
પરિવારજનોમાં ગમગીની

ઉના: ઉનાના દેલવાડા ગામે શુક્રવારે મોડી રાત્રે 6 શખ્સોએ તીક્ષ્ણ હથિયાર ઘા મારી યુવાનની હત્યા નીપજાવી હતી. પાંચ આરોપી ઉનાના અને એક દેલવાડાનો હતો. પોલીસ તપાસમાં મૃતક યુવાનની બહેનની એક વર્ષ પહેલા એક શખ્સે મશ્કરી કરી હતી. જેનો ખાર રાખી યુવાનને પતાવી દીધો હતો. પોલીસ છ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 


મૃતક યુવાનના પિતાનું 12 દિવસ પહેલા જ અવસાન થયું હતું

 

આ અંગે મૃતક યુવાનના કાકા પ્રવીણભાઇ સામતભાઇ મજેઠીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા મોટા ભાઇ વશરામભાઇનું 12 દિવસ પહેલા જ અવસાન થયું હતું. તેને બે દીકરા જીજ્ઞેશ અને યશ છે. અને ભાભી નયનાબેન છે. ગઇકાલે રાત્રે અમે જમીને સૂવાની તૈયારી કરતા હતા ત્યારે ઘરની નજીક કોઇ ઝઘડો કરી રહ્યાનો અવાજ આવતા અમે દોડી ગયા હતા. ત્યારે સુનિલ કરશન ભાલીયા, કાનજી મેઘજી મકવાણા, સંજય અશોક ડાભી, રમેશ ભીખા રાઠોડ, ઉમેશ બાબુ ચૌહાણ અને એશોક ભીખા મારા ભત્રીજા જીજ્ઞેશ અને યશ સાથે ગાળાગાળી કરી રહ્યા હતા. બાદમાં તમામ ઘરની બાજુમાં સિલિવર કલરની કાર પડી ત્યાં ગયા હતા અને કારમાં આવેલા છ શખ્સોએ પાઇપ અને લાકડાના ધોકા કાઢી મારા ભત્રીજાને મારવા લાગ્યા હતા. જેમા ંજીજ્ઞેશને માથાના ભાગે ધોકો મારતા તે ત્યાં જ ઢળી પડ્યો હતો. આથી હું અને મારા ભાભી વચ્ચે પડતા તેઓએ અમને પણ માર માર્યો હતો. બાદમાં તેઓ માર મારી ભાગી ગયા હતા. જીજ્ઞેશને લોહીલૂહાણ હાલતમાં સારવાર માટે ઉના હોસ્પિટલે ખસેડ્યો હતો પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. 

 

આ છે બનાવનું કારણ 

 

આ બનાવનું કારણ એવું છે કે, મારા ભત્રીજા જીજ્ઞેશની બહેન અંજનાની એકાદ વર્ષ પહેલા સુનિલ કરશન ભાલીયાએ મશ્કરી કરી હતી તે વખતે જીજ્ઞેશે ઠપકો આપી થપ્પડ મારી હતી. આ અંગેનું મનદુખ રાખી ઉપરોક્ત નામવાળા છ માણસો ફોરવ્હિલ કારમાં આવી મારા ભત્રીજા જીજ્ઞેશને માર મારી હત્યા નીપજાવી હતી. 

 

 

 

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો.....

 

માહિતી અને તસવીરો: જયેશ ગોંધિયા, ઉના