રેલવેની મંજૂરીના વાંકે સરદાર પટેલ ગેઇટનાં રિનોવેશનનું હજુ 50 ટકા કામ અધુરૂં રહી ગયું

મનપા દ્વારા 5 વખત રજૂઆત કરવામાં આવી છતાં રેલવેએ મંજૂરી ન આપી

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 12:03 AM
અધુરૂ રિનોવેશન થતાં સરદાર પટેલ ગેઇટની એક સાઇડ ચકચકિત બની જયારે બીજી સાઇટ સાવ ખખડધજ રહી ગઇ
અધુરૂ રિનોવેશન થતાં સરદાર પટેલ ગેઇટની એક સાઇડ ચકચકિત બની જયારે બીજી સાઇટ સાવ ખખડધજ રહી ગઇ

જૂનાગઢ: જૂનાગઢના રેલવે સ્ટેશન રોડ પાસે આવેલ સરદાર પટેલ દરવાજાનું રિનોવેશન કરવામાં આવી રહ્યું છે. રિનોવેશનની સમય મર્યાદા 2 વર્ષની છે જેમાં 1.5 વર્ષ વિતી ગયું છે છતાં 50 ટકા કામ બાકી રહ્યું છે. ખાસ કરીને હવે જે ભાગનું રિનોવેશન કરવાનું છે તે ભાગ રેલવેની અંડરમાં આવે છે. રેલવે વિભાગ આ ભાગ સોંપે તો કામગીરી થાય. આ માટે ડિવીઝનલ રેલવે વિભાગ,ભાવનગર અને જૂનાગઢ રેલવે વિભાગને 5 વખત મનપાએ રજૂઆત કરી છે છતાં રેલવે વિભાગ મંજૂરી આપતું ન હોય કામ 50 ટકા બાકી રહ્યું છે. હવે 1 મહીનો કામ ચાલશે ત્યાં સુધીમાં રેલવે વિભાગ મંજૂરી નહિ આપે તો કામ બંધ કરવાની નોબત આવશે તેમ જાણવા મળી રહ્યું છે.

રિનોવેશ માટે કેટલા કરોડ મંજુર કરવામાં આવ્યા ?


સરદાર પટેલ દરવાજાનું રિનોવેશન કરવા માટે 4.12 કરોડ રૂપિયા મંજૂર કરવામાં અાવ્યા છે. હવે જૂનાગઢ તરફ આવતા દક્ષિણ બાજુના રેલવેના કવાર્ટર તરફનું કામ બાકી છે.જોકે મોટાભાગના કવાર્ટર બંધ પડયા છે. એકાદ કવાર્ટર ચાલુ છે. છતાં રેલવે મંજૂરી આપતું ન હોય રિનોવેશનની કામગીરી અટકી પડશે તેમ જણાઇ રહ્યું છે.

કઇ રીતે કામગીરી કરવામાં આવે છે ?


આરસીસી દ્વારા કામ થાય તો તેનું આયુષ્ય 50 વર્ષ ગણી શકાય. પરંતુ સરદાર પટેલ દરવાજાનું કામ મેથોડોલોજી મુજબ કરવામાં આવી રહ્યું છે. એટલે કે રાજા મહારાજાના વખતમાં થતું તે રીતે કામ થઇ રહ્યું છે. આ કામગીરી ગોળની રસી,મેથી, ગુગળ અને ચુનાનું મિક્ષણ કરીને કરવામાં આવે છે જેનું આયુષ્ય 120 વર્ષનું ગણી શકાય છે. આમાં સિમેન્ટનો કયાંય ઉપયોગ કરવામાં આવતો નથી.

કયાંના કારીગરો કામ કરી રહ્યા છે ?


આ કામગીરી રાજસ્થાન અને યુપીના કારીગરો દ્વારા કરવામાં આવી રહી છે.આ કામનો જેને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે તે એજન્સી મુંબઇની છે. આ એજન્સીએ મુંબઇના રાજાબાઇ ટાવર, મૌલાના આઝાદ યુનિ. અને સુરતના કિલ્લાનું કામ પણ આ રીતે જ કર્યું છે.

કયા હેડની ગ્રાન્ટમાંથી કામગીરી ?


જૂનાગઢમાં વંથલી દરવાજા, શાપુર દરવાજા, કાળવા દરવાજા, તળાવ દરવાજા સહીતના અનેક દરવાજા હતા જે કાળક્રમે નાશ પામ્યા છે. હવે મજેવડી ગેઇટ, સરદાર ગેઇટ, દિવાન ચોક ગેઇટ, સર્કલ ચોક ગેઇટ ગિરનાર દરવાજા ગેઇટ વગેરે રહ્યા છે. આ ગેઇટ પૈકી સર્કલ ચોક ગેઇટ 60 લાખ, દિવાન ચોક ગેઇટ 27 લાખ, મજેવડી ગેઇટ 1.40 કરોડના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યા છે.

જયારે સરદાર પટેલ ગેઇટના 4.12 કરોડના ખર્ચે રિનોવેશનની કામગીરી ચાલી રહી છે. આ કામ માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અપાતી આગવી ઓળખની ગ્રાન્ટમાંથી આ કામગીરી કરવામાં આવી રહી છે. જયારે ગિરનાર દરવાજા ગેઇટ મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીબાપુ દ્વારા રિનોવેશન કરવામાં આવ્યો છે.

X
અધુરૂ રિનોવેશન થતાં સરદાર પટેલ ગેઇટની એક સાઇડ ચકચકિત બની જયારે બીજી સાઇટ સાવ ખખડધજ રહી ગઇઅધુરૂ રિનોવેશન થતાં સરદાર પટેલ ગેઇટની એક સાઇડ ચકચકિત બની જયારે બીજી સાઇટ સાવ ખખડધજ રહી ગઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App