તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામવાળા એનિમલ કેર સેન્ટરમાં 31 સિંહોને વિદેશથી આવેલી વેક્સીન આપવાનું શરૂ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામવાળા એનિમલ સેન્ટર ખાતે 31 સિંહોને વેક્સીન આપવાનું શરૂ - Divya Bhaskar
જામવાળા એનિમલ સેન્ટર ખાતે 31 સિંહોને વેક્સીન આપવાનું શરૂ

ગિરસોમનાથ: વન વિભાગના ઉચ્ચ અધિકારીઓનો કાફલો આજે જામવાળા એનિમલ કેર સેન્ટરે પહોંચ્યો હતો. વેક્સીન ક્યારે અાપવી તે મુદ્દે વનવિભાગના અધિકારીઓ અને ડોક્ટરો વચ્ચે બેઠક યોજાઇ હતી. બાદમાં અહીં રેસ્ક્યુ કરી રાખવામાં આવેલા 31 સિંહોને વિદેશથી આવેલી વેક્સીન આપવાનું શરૂં કર્યું છે. 

 

દલખાણીયા રેન્જમાંથી રેસ્કયુ કરી સિંહોને અહીં ઓબ્ઝર્વેશનમાં રખાયા છે

 

વાઇરસની દહેશતના કારણે 31 સિંહોને દલખાણીયા રેન્જમાંથી રેસ્ક્યુ કરી જામવાળા એનિમલ કેર સેન્ટર ખાતે ઓબ્જર્વેશનમાં રાખવા આવ્યા છે. ગીર વિસ્તારમાં એક પછી એક એમ સિંહોના ટપોટપ મોત બાદ સફાળા જાગેલા વન વિભાગે 500થી વધુ વન કર્મીઓ દ્વારા ગીરને ખૂંદી નાખ્યું અને દલખાણીયા વિસ્તારમાંથી 31 સિંહોને રેસ્કયુ કરી જામવાળા એનિમલ કેર સેન્ટર ખસેડ્યા છે. જ્યારે 5 જેટલા સિંહોને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે રખાયા છે. જામવાળા એનિમલ કેર સેન્ટરમા વિદેશથી આવેલી વેક્સીન સિંહોને આપવાની કામગીરી શરૂ થઇ ગઇ હતી. તબીબો દ્વારા વેકિસીન આપવામાં આવી રહી છે. સિંહોના મોતની તપાસમાં અમુક સિંહો વાઇરસના કારણે મોત થયાનું બહાર આવ્યું છે. આખરે વન વિભાગે વિદેશથી વેકિસીન મંગાવવાની ફરજ પડી હતી.

 

જામવાળઆ એનિમલ કેર સેન્ટર હાઉસફૂલ

 

માદા સિંહ-13 

સિંહ બાળ- 13

નર સિંહ-5


વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો.......

માહિતી અને તસવીરો: જયેશ ગોંધિયા, ઉના.