જૂનાગઢમાં ડેટાચોરીનો વધુ એક શિકાર: તલાટી મંત્રીના એકાઉન્ટમાંથી રૂપિયા 14000 ઉપડી ગયા

ડેટા ચોરીના 17 થી વધુ કિસ્સામાં દરેક એસબીઆઈના ગ્રાહક છતાં બેંક દ્વારા કોઈ કાર્યવાહી નહી

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 12:28 AM
14000 rs went off from Talati ministers account in junagadh

જૂનાગઢઃ ડેટાચોરીના શિકાર બની રહેલા એસબીઆઈના ગ્રાહકોની જાણે કતાર લાગી છે. છાસવારે ડેટાચોરીને લીધે એસબીઆઈ ના ગ્રાહકો પોતાના પૈસા ગુમાવી રહ્યા છે. જોકે આ મામલે બેંક કે પોલીસ બંન્ને જાણે ટેક્નોલોજી સામે લાચાર બનીને રહી ગયા છે. અને હજુ સુધી એક પણ ડેટાચોરી કરનાર આરોપીને સકંજા લઈ શકી નથી અને એસબીઆઈ બેંકે પણ આ મામલે કોઈ પગલા લીધા નથી. ત્યારે જૂનાગઢના વધુ એક નાગરિકે ડેટાચોરીનો શિકાર બની 14000 ગુમવવાનો વારો આવ્યો છે.


આ અંગે તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા પ્રૌઢે સી ડીવીઝ્ન પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢમાં ટીંબાવાડી વિસ્તારમાં પટેલ સમાજની વાડી સામે ચિત્રલેખા એપાર્ટમેન્ટમાં રહેતા નીતીનભાઈ દુર્લભજીભાઈ દવે તોરણીયા ગામે તલાટી મંત્રી તરીકે ફરજ બજાવે છે. અને તેઓનું બચત ખાતું કૃષિ યુનિવર્સિટી ગેઈટ નંબર બે માં આવેલ એસ.બી.આઈ બેંકમાં છે.


ગત 6 સ્પટેમ્બરના રોજ રાત્રીના નીતીનભાઈ અને પુત્ર અંકિત યુનિવર્સિટીના એટીએમ મશીનમાં કાર્ડ જનરેટ કરવા ગયા હતા. ત્યારે મીની સ્ટેટમેન્ટ કાઢતા ખબર પડી હતી કે કોઈ અજાણ્યા શખ્સે તેમના એકાઉન્ટમાંથી 10000 અને 4000 કોઈ રીતે ફ્રોડ કરી ઉપાડી લીધા હતાં. આ અંગે બેંક મેનેજરને સંપર્ક કરતા ફક્ત પોલીસ ફરીયાદ કરવાનું જણાવ્યું હતું. જેથી નીતીનભાઈએ આ અંગે સી ડીવીઝ્ન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

X
14000 rs went off from Talati ministers account in junagadh
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App