તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાકિસ્તાનમાંથી મુક્ત થઇ 77 માછીમાર વતન પહોંચ્યા,ભાવુક દ્રશ્યો સર્જાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળ: પાકિસ્તાન  જેલમાંથી મુકત થયેલા 77 માછીમારો  ગુરૂવારે વેરાવળ આવી પહોંચતા પરિવારોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. પાકિસ્તાન  સરકારે જેલમાં બંદીવાન ભારતીય માછીમારોને મુકત કરી 10 જુલાઇએ વાઘા સરહદે 77 માછીમારોને  ભારતીય સત્તાવાળાઓને  સુપ્રત કરતાં ત્યાં ફિશરીઝ વિભાગનાં અધિકારીઓએ  તેમનો કબજો સંભાળી વેરીફિકેશન  કર્યા બાદ અમૃતસરથી  ગોલ્ડન ટેમ્પલ એકસપ્રેસ ટ્રેન મારફત વડોદરા પહોંચ્યા હતાં.
 
બે બસ મારફત ગુરૂવારે બપોરનાં એક વાગ્યે વેરાવળ આવી પહોંચતા ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતાં. સવારથી જ તેમનાં પરિવારજનો  વેરાવળ પહોંચી ગયા હતાં. ફિશરીઝ કચેરીનાં  મેદાનમાં પરિવારનાં મહિલા સહિતનાં સભ્યોએ હાર પહેરાવી કુમ-કુમ તિલક કરી આરતી ઉતારી અશ્રૃભિની આંખે આવકારતાં ભાવવાહી દ્રશ્યો જોવા મળ્યા હતાં. આ તકે આગેવાન વેલજીભાઇ મસાણી, ફિશરીઝ વિભાગે જગદીશ ટંડેલ, વિનોદ પંડયા સહિતનાં ઉપસ્થિત રહયાં હતાં.
 
(વધુ તસવીરો માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો)
અન્ય સમાચારો પણ છે...