તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોડીનાર પાસેથી બાળકને હડફેટે લઈ બાઈક સાથે ભાગતાં 6 કિલો ગૌમાંસ ઝડપાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોડીનાર: કોડીનારનાં મુળદ્વારકા પાસેથી 6 કિલો ગૌમાંસ સાથે પાણીકોઠાનાં ડફેર શખ્સને ઝડપી લઇ તેને જેલહવાલે કરી દેવાયો હતો.
બાઈકમાં નાસતો હતો ત્યારે એક નાગરીકે પીછો કરી પકડ્યો, પાણીકોઠાનો ડફેર જેલ હવાલે

મુળદ્વારકા તરફ જઇ રહેલા પાણીકોઠાનાં સદામ કાળુ ડફેરે બાઇક નં.જીજે-3-11-એએલ- 8737 પુરઝડપે ચલાવી મઠ ગામનાં એક છોકરાને હડફેટે લઇ નાસી રહયો હતો ત્યારે ચૌહાણની ખાણનાં અશ્વીનભાઇ ચૌહાણ જોઇ જતાં પોતાની બાઇકથી તેનો પીછો કરી પકડી લેતા તેની પાસેની થેલીમાંથી લોહી ટપકતું હોય પુછતાં ગૌમાંસ હોવાનું જણાવતાં 100 નંબર પર ફોન કરતાં પીએસઆઇ ખાચર, કોન્સ. પ્રફુલભાઇ સહિતનો સ્ટાફ ત્યાં પહોંચી ગયેલ અને તેની પાસે રહેલ અંદાજે 6 કિલો ગૌમાંસ કબજે લઇ પોલીસ સ્ટેશને લઇ આવતાં લોકોનાં ટોળા ઉમટી પડયા હતાં.
પોલીસે તેની વિરૂધ્ધ ગુનો નોંધી કોર્ટમાં રજુ કરી જેલ હવાલે કર્યો હતો. જીવદયાપ્રેમીઓમાં તીરસ્કારની લાગણી સાથે આ કૃત્ય કરનારને કડક સજા મળે અને અન્ય શખ્સોની પણ તપાસ થાય એવી લોકોમાંથી ઉગ્ર માંગણી ઉઠી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો