તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડૂબીને મૃત્યુ પામેલા 5નો પરિવાર 5 માસ પછી પણ સહાય વિહોણો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાઃ ઉના તાલુકામાં સરકારી વહીવટી તંત્રનાં અલગ-અલગ ડીપાર્ટમેન્ટ દ્વારા સહાય ચુકવવાનાં કિસ્સામાં ચોક્કસ રાજનિતી અપનાવી વોટબેંક ઉભી કરાતી હોય તેવું સહાય આપવા બનતા લીસ્ટમાં નજર કરવામાં આવે તો સ્પષ્ટ રીતે નજરે પડે છે પણ આ લીસ્ટ યાદી ઉચ્ચ કક્ષાનાં તંત્રનાં અધિકારીને દેખાતી નથી કે શુંω એવી ચર્ચાએ રાજકીય ક્ષેત્રે બેઠેલા જનતાનાં પ્રતિનિધિની રાકીય દ્રષ્ટીકોણની મુલ્યનિતી પર પ્રશ્નાર્થ ઉભો કરી રહી છે.
મૃતકોનાં કિસ્સામાં સહાય ચૂકવવામાં વોટબેંકની રાજનિતી !

રાજય સરકાર દ્વારા પ્રજાની અલગ-અલગ રીતે બહાર પાડતી સહાય યોજના અંગેનાં પરીપત્રન વ્યાખ્યા કે માપદંડની જોગવાઇ અહીંના અધિકારીઓ પોતાની મનમાની રીતે આકલન કરતા હોય તેવું દેખાઇ આવે છે. ઉના તાલુકામાં તાજેતરમાં પાંચ માસ દરમ્યાન 8 જેટલી વ્યકિત જુદી-જુદી રીતે પાણીમાં ડુબી જવાનાં કારણે મૃત્યુ પામેલ છે અને તે પૈકી બે વ્યકિતનાં કિસ્સામાં સહાય ચાર દિવસમાં લાખો રૂપિયાનાં ચેક લઇ જનપ્રતિનિધિઓ દેવા દોડી જાય છે પરંતુ 6 વ્યકિત પાણીમાં ડુબી મોત નિપજેલ તેના પરીવારને રહેતી કોઇપણ સહાય આજે પાંચ-પાંચ માસ જેવા લાંબા સમય બાદ વહીવટી તંત્રએ ચુકવેલ નથી! અને પરીવારનાં સભ્યોને ધક્કા ખાવા પડતા હોવાન ફરીયાદો ઉઠી રહી છે.

આ સિવાય રાજય સરકારની વિવિધ યોજના અંતર્ગત અપાતી સહાયમાં 597 ચોક્કસ કુટુંબ અને ચોક્કસ જ્ઞાતિનાં લોકોને જ તેના ઉત્કર્ષ સાથે સહાય ચુકવી વોટ બેંકે કબ્જે કરવાની રાજનિતી જોવા મળે છે. તાજેતરમાં કોડીનાર ખાતે મળેલા ત્રણ તાલુકાને સંકલન કરી ગરીબ કલ્યાણ મેળાનાં લાભાર્થીઓની સહાય યાદી જોવામાં આવે તો સમાજ કલ્યાણ ખાતા દ્વારા માનવ ગરીબ યોજના હેઠળ ધંધાનો અનુભવ ન ધરાવતા હોય તેવા લોકોને પણ સહાય ચુકવાય છે. હાલમાં ધંધો કરે છે કે નહીં, ધંધા ચાલ છે કે નહીં તેની પણ તપાસ કર્યા વગર સરકારી નાણાંનો જાણે બેફામ દુરઉપયોગ થઇ રહ્યો છે તેવી હાલત ચુંટણીઓ જીતવા કરાય રહી છે.

માનવ ગરીબ યોજના અંતર્ગત અપાયેલ ગરીબ કલ્યાણ મેળામાં સહાય રજીસ્ટર પર નજર કરવામાં આવે તો એક જ પરીવારનાં ગુંદાળા ગામનાં નણંદ-ભાભી અને દેર એમ એકને રસોઇ કામ માટે 27 હજાર તો બીજાને બ્યુટી પાર્લર માટે 27 હજાર અને ત્રીજાને ઇલેકટ્રીક સહાય માટે 27 હજારની સહાય આપી એક જ ઘરનાં ત્રણ સભ્યને સહાય ચુકવવા મંજુર કરેલ તો સીમર ગામે એક જ પરીવારનાં ત્રણ સભ્યને રૂ.પાંચ હજાર લેખે સહાય ચુકવાય છે સરકારનાં નિતી નિયમ અનુસાર પરીવારનાં કોઇ એક સભ્યને ઉત્કર્ષ માટે બેરોજગાર હોય તો સહાય આપી શકાય પણ એક ઘરના બધા સભ્યોને સહાય કઈ રીતે ચૂકવાઈ.?
અન્ય સમાચારો પણ છે...