તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શીલાલેખ,બાબાપ્યારે ગુફામાં 24 કલાક સિક્યુરીટી ગાર્ડ તેનાત કરાયાં, પ્રાથમિક સુવિધાઓ વધશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ:  ભારતમાં આવેલા પ્રાચીન સ્મારકોની સુરક્ષા બાબતે વર્ષોથી સરકાર દ્વારા ઉદાસીનતા સેવાઇ રહી છે જોકે ધીમે ધીમે સરકાર આ સ્મારોકોને સાચવવા પગલા ભરી રહી હોય તેમ લાગી રહ્યું છે અગાઉ સ્મારકોની જાળવણી માટે જરૂરી હોય તો બાંધકામ કરવાની મંજૂરી આપી હતી. બાદ હવે  જૂનાગઢ સહિત સમગ્ર ભારતમાં કેન્દ્ર સરકારના રક્ષિત સ્મારકોની સુરક્ષા માટે હાલ પુરાતત્વ વિભાગ દ્વારા 24 કલાક સિક્યુરિટી ગાર્ડ મુકવામાં આવ્યા છે. તેમજ આવા સ્મારકો પાસે 24 કલાક લાઇટ,પીવાનું પાણી તેમજ અન્ય પ્રાથમિક સુવિધાઓ પણ શરૂ કરાશે.અને આ કામગીરી અંતર્ગત જૂનાગઢમાં ખાનગી કંપનીના માધ્યમથી અશોક શિલાલેખ, બાબાપ્યારે ગુફા, ખાપરા કોડીયા ગુફા તેમજ ઉપરકોટની બુદ્ધ ગુફામાં સિક્યુરિટી ગાર્ડ મુકવામાં આવ્યા છે. ઉપરકોટ 6 વાગ્યા બાદ બંધ થઇ જતો હોવાથી ત્યાં માત્ર 6 વાગ્યા સુધી ગાર્ડ રહેશે.

હાલ 9 ગાર્ડ છે જરૂર પડશે તો સંખ્યા વધારીશું

હાલ આ સ્મારકોની સુરક્ષા માટે દિવસ અને રાત એમ બે શિફ્ટમાં ફરજ બજાવવા માટે 9 સિક્યુરિટી ગાર્ડની નિમણુંક કરાઇ છે. જો જરૂર જણાશે તો હજુ ગાર્ડની સંખ્યા વધારાશે. બાબા પ્યારે ગુફામાં લાઇટની સુવિધા ન હોવાથી ત્યાં રાત્રીના ગાર્ડ નથી પણ ગાર્ડ રાઉન્ડ લગાવે છે- સંદિપસિંહ, પુરાતત્વ વિભાગ
અન્ય સમાચારો પણ છે...