તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉના-કોડીનારનાં 2 માછીમારોનાં મૃતદેહ 70 દિ’ પછી પણ પાક.માં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- તંત્ર બે મહિને પણ શબ લાવવામાં નિષ્ફળ ગયું

ઉના: બે મહિના પૂર્વે પાકિસ્તાની જેલમાં મૃત્યુ પામનાર સૌરાષ્ટ્રનાં ગીરસોમનાથ જિલ્લાનાં ઉના અને કોડીનાર તાલુકાનાં બે માછીમારોના મૃતદેહ બે માસ કરતા વધુ સમય વિતવા છતાં હજુ સુધી પાકિસ્તાને પર મોકલ્યા ન હોવાનાં કારણે પરિવારનાં સ્વજનો અંતિમક્રિયા કરવા રાહ જોઇ રહ્યા છે.

વાસ્તવમાં 80 દિવસથી એક ઉના તાલુકાનાં દાંડી ગામનાં માછીમારનો શબને પરત લાવવા અનેક વખત પરીવારોને જાણ કરાયેલ આ મૃતદેહ આવે તે પહેલા અન્ય એક માછીમારનાં મૃતદેહનાં સમાચાર આવતા બે મૃતદેહ શબને પરત લાવવા લાંબો વિલંબ થયો છે. આ બાબતે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજને દરમિયાનગીરી કરવા પરિવારોએ આંગણી ઉઠાવી છે.

પાકિસ્તાન જેલમાં રહેલા ગીરસોમનાથ જિલ્લાનાં ઉના તાલુકાનાં દાંડી ગામનાં માછીમાર વાઘાભાઇ ચૌહાણ 22 ડિસેમ્બર 2015નાં રોજ પાકિસ્તાનની માલિર જેલમાં મૃત્યુ પામેલ હતાં. બે મહિનાં બાદ ગીર-સોમનાથનાં કોડીનાર તાલુકાનાં નાનાવાડ ગામનાં રહેવાસી રતનદાસ મકવાણા નામના માછીમાર આજ જેલમાં 8 ફેબ્રુઆરીનાં રોજ મૃત્યુ પામેલ છે. આ બન્ને માછીમારો જ્યા કે, અરબી સમુદ્રમાં બોટમાં માછીમારી કરવા દરીયામાં ગયેલ અને પાકિસ્તાનની જળસીમમાં આકસ્મિક રીતે પ્રવેશવતા પાકિસ્તાન મરીન સિક્યોરીટી એજન્સી દ્વારા બંનેને ઉઠાવી લઇ જવાયેલ અને ધરપકડ કરાયેલ.

આ બે માછીમાર કોઇ કારણોસર બીમારી સબક મોત થતાં અને તેની જાણ વેરાવળ ફીશરીઝ ડીપાર્ટમેન્ટને થતાં આ બન્ને માછીમારોનાં સ્વજનોને જાણ કરાયેલ હતી. બે માછીમારનો મૃતદેહ હજુ સુધી ભારત પરત મોકલાવામાં આવ્યો નથી. આ બાબતે અખિલ ગુજરાત માછીમાર મંડળ તેમજ અન્ય માછીમારો સાથે સંકળાયેલા મંડળો દ્વારા રજૂઆત કરવા છતાં મૃતદેહ આપવામાં વિલંબ થતાં ચિંત વ્યક્ત કરાય છે.

માછીમારનાં હિતની વાતો કરતી ગુજરાત સરકાર અને ભારત સરકારમાં બેઠેલા માછીમાર સમાજનાં જનપ્રતિનીધી અને આ મામલામાં દરમિયાન ગીરી કરવા નિષ્ફળ ગયેલ છે કે પછી તેમનું દિલ્હી બેઠેલી સરકારમાં સંભળાતું નથી! તેઓ શુર આ પંથકનાં દરીયાઇ સીમા ખેડતા સાગર ખેડુતનાં પરીવારમાં ઉઠવા પામેલ છે. છેલ્લ 70 દિવસથી પાકિસ્તાનનાં શબઘરમાં પડેલા બે મૃતદેહ પાકિસ્તાનનાં વહીવટી તંત્ર અને વિદેશ સચિવો અને વિદેશ પ્રધાન શક્ય એટલો જલ્હી લાવવા માટે પ્રયાસ કરે અને મૃતકનાં પરીવારોને તે સોંપવામાં આવે તો મૃતકનાં પરીવારો સ્વજનો તેની અંતિમ ક્રિયા કરવા રાહ જોઇ રહ્યાં છે.

જોકે, આ અંગે ફીશરીઝ કમિશ્નર નરમાવાલા એ જણાવેલ કે, ગુજરાત સરકારે આ અંગેની તમામ પ્રક્રિયા પુરી કરી દીધી છે અને પાકિસ્તાન સતાવાળાને પાકિસ્તાને મૃત પછીમારોનાં પરીવારજનોની સંમતિ પણ તેમનાં મૃતદેહ પાછા લાવવા માટે મોકલી આપી છે. આ મુદે ગત સપ્તાહે ભારત સરકારને પણ સ્મૃતિપત્ર પાઠવ્યો હતો. હવે પાકિસ્તાન આ અંગેની પ્રક્રિયા પુરી કરીને મૃતદેહો પરત મોકલવાની તારીખ નક્કી કરે તેની રાહ જોવાતી હોવાનું જણાવેલ.
અહીં યાદ આપવું જરૂરી છે કે, પાકિસ્તાન જેલમાં સબડાતા મોટા ભાગનાં આ પંથકનાં શ્રમિક માછીમારો હોય છે અને તે ખાસ કરી અભણ અને અજ્ઞાન હોવાનાં કારણે દરીયો ખેડતા પકડાયા બાદ તેમનાં સ્વજનોને પુરી માહિતી આપવામાં આવતી નથી હોતી તેમજ બોટ માલીકો પણ માછીમારો પકડાયા પછી તેમનાં પરીવાર પ્રત્યે ઉદાશીનતા બતાવવાનાં કારણે ઘણી મુશ્કેલીઓ અનુભવતા હોય છે. આમ પાકિસ્તાનમાં 70 દિવસથી બે માછીમારોનાં મૃતદેહ રઝળે છે.
અન્ય સમાચારો પણ છે...