તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢઃ 1800 ગ્રામીણ મહિલા પોતાની આગવી આવડતથી કરે છે કમાણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢઃ ગ્રામીણ કક્ષાએ મહિલાઓએ નવરાશનાં સમયનો સદઉપયોગ કરી માસિક રૂ. 3 હજારથી વધુની આવક રળે છે. જૂનાગઢ જિલ્લામાં 1800 મહિલાઓ મંડપ સર્વિસ, હેન્ડીક્રાફ્ટ, સફાઇ કામ વગેરેમાં જોડાઇને કામ કરી રહ્યા છે.
મંડપ સર્વિસ, હેન્ડીક્રાફ્ટ જેવું કામ કરી મેળવે છે પૈસા,માસિક રૂ. 3 હજારથી વધુ રળે, પરિવારને મદદરૂપ

ગ્રામીણ કક્ષાએ મહિલાઓમાં રહેલી આવડતથી તે સમાજમાં પોતાનું નામ કમાય શકે તેવા હેતુથી મહિલાઓ સ્વસહાય જુથ યોજનામાં જોડાય છે. જૂનાગઢ જિલ્લામાં સરકાર દ્વારા મિશન મંગલમની યોજના કાર્યરત છે. જેમાં ગ્રામીણ કક્ષાએ મહિલાઓ નવરાશના સમયનો સદઉપયોગ કરી માસિક રૂ. 3 હજારથી વધુની આવક મેળવી કામ કરે છે. મંડપ સર્વિસ, હેન્ડીક્રાફ્ટ, સફાઇ કામ, ઝેરોક્ષ મશીન, પાર્લર, તબેલો, એમ્બ્રોડરી કામ, મોતીકામ, રાખી મેળા, ફરસાણ, સરબત, ટેલીફોન ડબલુ, ઇમીટેશન, ઇંટોના ભઠ્ઠા, સેન્ટીંગ કામ, કટલેરી વગેરે કામોમાં મહિલાઓ નિપુણ રહી ઉત્કૃષ્ટ કામ કરે છે.

ગામડામાં કોઇ ઉદ્યોગ હોતા નથી, ખેતી માત્ર કામ હોય છે. મહિલાઓ નવરાશના સમયમાં આવી યોજનામાં ભાગ લઇ પોતાની આવડત થકી ઘરમાં મદદરૂપ બને છે. 1800 ગ્રામીણ મહિલાઓ વ્યક્તિગત કે સામુહિક રીતે ઉત્સાહમાં કામ કરે છે.

સીઝન અને નફો
- રાખી મેલા- સ્ટોલ દ્વારા અલગ તાલુકામાં રૂ. 4.70 લાખનો નફો કર્યો
- નવરાત્રી મહોત્સવ- દરેક તાલુકામાંથી રૂ. 1.50 લાખનો નફો કર્યો
- મંગલમ હાટ-મેંદરડામાં ખોડીયાર જુથ દ્વારા મંગલમ હાટ શરૂ કર્યો
- કેન્ટીન- સાસણની કેન્ટીનમાં માસિક રૂ. 12 હજાર જેટલું કમાય છે
- અમુલ પાર્લર- જૂનાગઢ તાલુકામાં 2 અમુલ પાર્લરની કામગીરી શરૂ કરી
- નિરામય સેનિટેશન- જિ. પંમાં 3 જુથો કામ કરી વાર્ષિક 60 હજાર કમાય

દરિયા કિનારે શંખલાની બનાવટ
જિલ્લામાં દરીયા કિનારે 40 મહિલાઓ શંખ શિપલા શોધી ડીઝાઇનેબલ કીશન બનાવે છે. તેમજ નારીયેળી જેવા વૃક્ષોમાંથી 80 મહિલાઓ સાવરણા બનાવે છે.
કેન્ટીનમાં માસિક 5 હજારની આવક
સ્વસહાય જુથ યોજનામાં જોડાયેલા પ્રભાબેન અેક વર્ષથી જોડાયા છે. તે સાસણનાં દેવળીયા પાર્કની કેન્ટીનમાં કામ કરી માસિક રૂ. 5 હજાર કમાય છે.

સ્ટોલથી મહિલાઓ વેંચાણ કરે છે

મિશન મંગલમ યોજનાના ડીએલએમ છાયાબેન ટાંકે જણાવ્યુ હતું કે, ગ્રામીણ મહિલાઓનાં વિકાસ માટે કાર્યો થઇ રહ્યા છે. મહિલાઅોને સ્ટોલ નાંખી પોતાની ચીજવસ્તુનું વેંચાણ કરે છે, તેમજ બીજા રાજ્યમાં પણ જાય છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો