શહેરના 170 ટ્રાફિકબ્રિગેડને ત્રણ માસથી પગાર નથી મળ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ: જૂનાગઢ શહેરમાં 170 જેટલા ટ્રાફિક બ્રિગેડ ખડા પગે સવારથી સાંજ સુધી તેની ફરજ બજાવી રહ્યા છે. જોકે તેમને આ ફરજ દરમીયાન વેતન આપવાનું સરકાર ભુલી ગઇ હોય તેમ લાગી રહ્યું છે. આ ટ્રાફિક બ્રિગેડને છેલ્લા ત્રણ માસથી પગાર ન ચુકવાતા તેમની આર્થિક સ્થિતી કફોડી બની છે.અનિયમીત પગારના કારણે ટ્રાફિકબ્રિગેડને તેની ફરજ બજાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. છેલ્લા ત્રણ માસથી પગારની રાહ જોતા આ 170 બ્રિગેડે તેની સહનશક્તિ ગુમાવી હતી. અને તમામ બ્રિગેડ રજૂઆત માટે એસપી કચેરીએ દોડી ગયા હતા.
 
જોકે આ બ્રિગેડ એસપીને મળેે તે પહેલા ટ્રાફિક પોલીસના એએસઆઇ એસ.અેમ વડુકર સ્થળ પર પહોંચી ગયા હતા. અને મંગળવાર સુધીમાં તમામ બ્રિગેડનો પગાર થઇ જશે તેવી હૈયાધારણા આપતા અંતે મામલો થાડે પડ્યો હતો. જોકે અનિયમિત પણ થતા પગાર ના કારણે આગામી સમયમાં અાંદોલન થવાની શક્યતા પણ સેવાઇ રહી છે.
અન્ય સમાચારો પણ છે...