તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

16 નેસનાં મતદારોને મત આપવા 3 કિલોમીટરનો ધક્કો થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઉના: 93-ઉના વિધાનસભા મત વિસ્તાર હેઠળ આવતા ગીર જંગલમાં નેસ વિસ્તારની 3909 ની વસ્તી ધરાવતા 16 જેટલા નેસ વિસ્તારનાં અંદાજે 2 હજાર મતદારોએ મતદાન માટે સરેરાશ 3 થી 5 કિમી જવું પડશે. તેઓ માટે વહિવટી કે ચૂંટણી તંત્ર વાહનની પણ વ્યવસ્થા નથી કરતું. બીજી તરફ આજ જંગલ વિસ્તારમાં આવેલા બાણેજ તિર્થધામમાં મહંતના એકમાત્ર મત માટે આખું મતદાન મથક ઉભું કરાય છે.


ગીરગઢડા તાલુકા હેઠળ આવતા 16 નેસ વિસ્તારમાં 2057 પુરૂષ અને 1857 સ્ત્રીઓ મળી કુલ વસ્તી 3909 ની છે. જેમાં આશરે 2 હજાર મતદારો છે. આ નેસ વિસ્તારનાં માલધારીઓ તેમજ મતદારોની સમસ્યા એ છે કે તેઓએ મતદાનનાં દિવસે નેસ વિસ્તારમાં મતદાન મથક ઉભું કરાતું નથી. તેઓએ સરેરાશ 3 થી 5 કિમી દૂર જવું પડશે. આ માલધારીઓનાં મનમાં પણ સવાલ ઉઠ્યો છે કે, ગીર જંગલમાં આવેલા બાણેજ તીર્થનાં મહંતનાં એક માત્ર મત માટે મતદાન મથક ઉભું કરવામાં આવે છે. તો અમારા નેસ વિસ્તારમાં કેમ નહીં.?

 

3 દિ’ પહેલાં રજૂઆતો આવી છે : ડે. કલેક્ટર 


ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવતા ડે. કલેક્ટર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, આ નેસ વિસ્તારનાં લોકોની આ બાબતની રજૂઆત 3 દિવસ પહેલાં આવી છે. પણ હવે કશું થાય નહીં. પરંતુ આ અંગે અને ચૂંટણી પંચ માટે માર્ગદર્શન માંગીશું. અને આવનારી ચૂંટણીમાં મતદાન મથકો ઉભા થાય એવા પ્રયત્નો કરાશે. 


અંદાજે 2 હજાર મતદારો 6 મથકમાં મતદાન કરશે


(1) ટીંબરવા :- મેઇન બજાર, ધુડજીંજવા, રાજેસળી નેસનાં મતદારો ટીંબરવા મતદાન કરવા જશે. મતદારોની સંખ્યા પુરૂષ-275, સ્ત્રી-206 કુલ 481. 
(2) ધોડાવડી :- માંડવી નેસ, કાણેક નેસનાં મતદારો મતદાન કરવા જશે. ઘોડાવડી બુથ હેઠળ મતદારોની સંખ્યા પુરૂષ-323, સ્ત્રી-303 કુલ 626. 
(3) તુલસીશ્યામ :- દોઢી નેસ, આંસુફાળી, ખજુરી, લેરીયાનાં મતદારો તુલસીશ્યામ મત દેવા જશે. મતદારોની સંખ્યા પુરૂષ-197,  સ્ત્રી-169, કુલ 366. 
(4) જશાધાર :- ચિખલકુબા, મોટામિંઢા, સરખડીયા, કોઠારીયા ચારનેસ વિસ્તાર, મતદારોની સંખ્યા પુરૂષ-515, સ્ત્રી-411, કુલ 926. (5)જુનાઝાંખીયા :- પોપટડીનેસ, ઝાંખીયાનાં મતદારો મતદાન કરવા જશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો