12 નાપાસ યુવાને લખ્યું એથિકલ હેકિંગનું પુસ્તક, કરે છે પટ્ટાવાળાની નોકરી

Nimesh Thakar

Nimesh Thakar

Dec 07, 2017, 01:31 AM IST
12 Fail Peon Wrote A Book On Ethical Hacking
12 Fail Peon Wrote A Book On Ethical Hacking
12 Fail Peon Wrote A Book On Ethical Hacking
12 Fail Peon Wrote A Book On Ethical Hacking

જૂનાગઢ: નામ એનું મિત ચૌહાણ. અમરેલીનો રહેવાસી, ઉમર ફક્ત 19 વર્ષ. મિત બે વર્ષ પહેલાં ધો. 12 (કોમર્સ)ની પરીક્ષામાં નાપાસ થયો. એ વખતે તેના પિતા બિમાર પડ્યા. આથી ઘરની જવાબદારી આવી પડી. નછૂટકે ખાનગીમાં રૂ. 2500 જેવા મામુલી પગારથી પટ્ટાવાળાની નોકરી સ્વીકારવી પડી. મિત્રો તેની મજાક પણ કરતા. પણ તે હિંમત ન હાર્યો. આખરે તેણે સાઇબર ક્રાઇમનાં મહત્વનાં ટોપીક એથીકલ હેકીંગ પર પુસ્તક લખવાનું શરૂ કર્યું.

મિત કહે છે, આખો દિવસ નોકરી કરીને ઘેર આવું. ને પછી રાત્રે બેસીને બુક લખું. આ રીતે બે વર્ષે મારી બુક લખાઇ. જેના કોપીરાઇટ્સ અમેરિકાની એક આઇટી ક્ષેત્રની કંપનીએ લઇ લીધા. અને જુદા જુદા 13 દેશોમાં તેનું પ્રકાશન કર્યું છે. આ કંપનીએ પોતાને લેખક તરીકેનો દરજ્જો પણ આપ્યો છે, એમ મિત કહે છે. હાલ મિત સાઇબર ક્રાઇમને લગતા કોયડા ચપટી વગાડતામાં ઉકેલી શકે છે. હવે જોકે, તે એક વેબસાઇટમાં નોકરી કરે છે.

ગુનો ઉકેલવામાં કરી હતી પોલીસને મદદ

મિત કહે છે, થોડા વખત પહેલાં એક પૈસા લઇને નોકરી આપવાના કિસ્સામાં આરોપીનું લોકેશન ટ્રેસ કરી આપ્યું હતું.

વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....

X
12 Fail Peon Wrote A Book On Ethical Hacking
12 Fail Peon Wrote A Book On Ethical Hacking
12 Fail Peon Wrote A Book On Ethical Hacking
12 Fail Peon Wrote A Book On Ethical Hacking
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી