તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢમાં 10 કરોડનું ફૂલેકું, લોભામણી સ્કીમમાં 1,000 લોકોનાં નાણાં ફસાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢઃ જૂનાગઢનાં જેનીલી શોપીંગ સેન્ટરમાં ઇનામી ડ્રોની પેઢી શરૂ કરી વેપારીઓ અને લોકોને લોભામણી સ્કીમ આપી રૂપિયા 10 કરોડનું ફૂલેકું ફેરવવા બદલ રણજીતસીંઘ આયલસીંઘાણી અને તેના પરિવાર સામે ફરીયાદ નોંધાઇ છે. આ ઘટના બાદ સીંધી વેપારીઓે આજે એકઠા થયા હતા. અને ચોંકાવનારી વિગતો આપી હતી. તેમજ વેપારી અને લોકોનાં 10 કરોડથી વધુ રૂપિયા ડુબ્યાની વિગતો આપી હતી.
રૂપિયા 500,600નાં હપ્તાની 6 સ્કીમ બહાર પાડી હતી

રણજીતસીંઘ આયલસીંઘાણીએ ઇનામી ડ્રોની જુદી-જુદી છ સ્કીમ બહાર પાડી હતી. આ સ્કીમમાં 500 થી 5,555 સભ્ય બનાવવામાં આવતા હતા. તેમજ એક સ્કીમમાં મહિને રૂપિયા 500 અને 600નાં હપ્તા હતા. સભ્યે 24 થી 30 હપ્તા ભરવાનાં થતા હતા. આ પ્રકારે આખું નેટવર્ક ઉભું કરી લોકોને છેતરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, નંદલાલ છતવાણીએ રણજીતસીંઘ આયલસીંઘાણી પાસેથી ગાંધીગ્રામમાં એક મકાન ખરીદ્યું હતું. જેના 19 લાખ રૂપિયા આપ્યા હતા. એ રૂપિયા પણ તેઓ લઇને જતા રહ્યા છે.

વિકલાંગ પત્નીનાં વીમાનાં મળેલા રૂપિયા ગયા

પ્રેમભાઇ વઘવાણીએ કહ્યું હતું કે, મેં રૂપિયા 500 અને 600ની સ્કીમનાં પાંચ કાર્ડ લીધા હતા. અને બન્ને સ્કીમનાં મળી કુલ 44 હપ્તા ભર્યા હતા. તેમજ વિકલાંગ પત્નિનાં વિમાનાં રૂપિયા જે મળ્યા હતા. તે પણ સ્કીમમાં રોકયા હતા. જે ગયા છે.

50 હજાર મજુરીનાં અને 2.64 લાખ સ્કીમમાં ગયા

સલીમભાઇ પલેજાએ કહ્યું હતું કે, રણજીતસીંઘનાં મકાનમાં મેં કલરનું કામ રાખ્યું હતું. જેના 50 હજારની મજુરી આપી નથી. તેમજ મને વિશ્વાસમાં લઇ સ્કીમમાં જોડ્યો હતો. અને મારા વિસ્તારનાં 22 સભ્યોને પણ જોડ્યા હતા. મારી મજુરી ઉપરાંત બધાનાં મળી 2.64 લાખ સ્કીમમાં ગયા છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો