• Gujarati News
  • ^ સફાઇકરી જે જગ્યાએ કચરો ફંેકવામાં આવે તેનાં થી દૂર કન્ટેનર મુકાયંુ

^ સફાઇકરી જે જગ્યાએ કચરો ફંેકવામાં આવે તેનાં થી દૂર કન્ટેનર મુકાયંુ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
^ સફાઇકરી જે જગ્યાએ કચરો ફંેકવામાં આવે તેનાં થી દૂર કન્ટેનર મુકાયંુ

ભાસ્કરન્યૂઝ.જૂનાગઢ

જૂનાગઢકલેકટર કચેરીમાં સફાઇ કરી પાર્કીંગની પાછળની જગ્યાએ કચરો ફેકવામાં આવે છે. કચરાનો ખડકલો થયા બાદ તે ઉપાડવામાં આવી રહ્યો છે. જોકે અહીંયા કચરાનો ઢગલો થાય તે માટે અહીંયા કન્ટેનર મુકવામાં આવ્યુ છે. પરંતુ જે જગ્યાએ કચરો ફેકવામાં આવી રહ્યો છે. તેનાથી દુર કન્ટેનર રાખવામાં આવ્યુ છે. તેમજ હાલ કચરાનો ઢગલો થઇ ગયો છે અને કન્ટેનર ખાલી પડયુ છે. તંત્રની બેદરકારી અહીંયા આવતા અરજદારો જોઇ રહ્યો છે.

જૂનાગઢ સરદાર બાગ પાછળ જિલ્લા સેવા સદનનુ નિર્માણ કરવામાં આવ્યુ છે. અહીંયા કલેકટર, એસપી અને જિલ્લા પંચાયત કચેરી બેસી રહી છે. અહીંયા કચેરીમાં રોજ સફાઇ કરવામાં આવી રહી છે. પરંતુ સફાઇ બાદ જે કચરો એકઠો થાય છે તે મેદાનમાં ઢગલો કરવામાં આવ છે. એક માસનાં અંતે ઢગલો ભરી લેવામાં આવે છે. હાલ પાર્કીંગની પાછળ કચરો ફેકવામાં આવી રહ્યો છે. હાલ ત્યાં કચરા માટે એક કન્ટેનર મુકવામાં આવ્યુ છે. છતા પણ કચરો કન્ટેનરની જગ્યાએ બહાર ફેકવામાં આવી રહ્યો છે. જેના કારણે કન્ટેનર ખાલી છે અને કચરાનો ઢગલો થઇ ગયો છે. તેમજ કચરો જે જગ્યાએ ફેકવામાં આવી રહ્યો છે. તે જગ્યાથી દુર કન્ટેનર રાખવામાં આવ્યુ છે. જેનાં કારણે અન્ય જગ્યાએ પણ કચરાનાં ઢગલા થશે.

તસ્વીર : મેહુલ ચોટલીયા

બેદરકારી |નવી કલેકટર કચેરીનાં મેદાનમાં

કન્ટેનર ખાલી અને કચરાનાં ઢગલા પટાંગણમાં ખડકાયા