• Gujarati News
  • ભાસ્કર ન્યૂઝ. જૂનાગઢ

ભાસ્કર ન્યૂઝ. જૂનાગઢ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. જૂનાગઢ

જૂનાગઢનીસિવીલ હોસ્પિટલમાં લાખોનો ખર્ચ કરી અદ્યતન સુવિધાઓથી સુસજ્જ ટ્રોમા સેન્ટર બનાવવામાં આવ્યુ છે. પરંતુ રેડિયોલોજીસ્ટ નિષ્ણાંત ડેપ્યુટેશન પર અને પિડીયાટ્રીક જેવા નિષ્ણાત તબીબોના અભાવે દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવા માટે જવું પડે છે. જ્યારે હોસ્પિટલમાં કરોડો રૂપીયાનાં ખર્ચે એક્સરે વિભાગમાં 4 એક્સરે મશીન વસાવવામાં આવ્યા છે. જેમાંથી બે એક્સરે માસ કરતાં વધુ સમયથી બંધ છે. તો સિટી સ્કેન મશીન પણ 4 માસ જેટલા સમયથી બંધ હોવાથી દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં તાત્કાલિક ખાલી જગ્યાઓ પર નિષ્ણાંત તબીબોની ભરતી કરવામાં આવે અને બંધ મશીનો વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી સ્થાનિક પ્રજામાંથી માંગ ઉઠી છે.

જૂનગઢ જિલ્લામાં અંતરિયાળ વિસ્તારોમાં તબીબી સુવિધાઓનો તો અભાવ છે. પરંતુ જૂનાગઢમાં આવેલી એક માત્ર સિવીલ હોસ્પિટલમાં તબીબોની ભરતી પ્રક્રિયા કરવામાં આવતા દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. રાજ્ય સરકારનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવી અકસ્માત તથા ઇમરજન્સી સારવાર માટે ટ્રોમા સેન્ટરની સુવિધા ઊભી કરવામાં આવી હતી. અને સિટી સ્કેન, એકસરે તથા પેથોલોજી વિભાગમાં અદ્યતન સાધનોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અંગે જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓના સગાસંબંધીઓએ જણાવ્યું હતું કે, અકસ્માતના બનાવ બાદ ૧૦૮ મારફતે જૂનાગઢ સિવીલ હોસ્પિટલનાં ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તબીબોએ દવાઓ તથા સારવાર આપી હતી. પરંતુ સિટી સ્કેન કરાવવા માટે ખાનગી સિટી સ્કેન સેન્ટરોમાં જવું પડ્યું હતું.

સિવીલ હોસ્પિટલમાં સિટી સ્કેન મશીન વસાવવામાં આવ્યા છે. તે પણ લાંબા સમયથી બંધ હોવાથી દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સિટી સ્કેન મશીન અને એક્સરે મશીન બંધ હોવાથી આવા બંધ મશીનોને વહેલી તકે ચાલુ કરી લોકોને પડતી મુશ્કેલીનો ઉકેલ લાવવા માંગ ઉઠી છે.

તસ્વીર : મેહુલ ચોટલીયા

સિટી સ્કેન મશીન ચાલુ કરો : આરએમઓ

સિવીલહોસ્પિટલનાંઆરઅેમઓ મહેતાએ જણાવ્યું હતું કે, રેડિયોલોજીસ્ટની બદલી થઇ જતાં તેઓ ડેપ્યુટેશન પર આવે છે. જ્યારે પેડિયાટ્રીક તબીબે ત્રણ માસ પહેલા રાજીનામું આપી દીધું હોવાથી જગ્યા ખાલી છે. સિટી સ્કેન મશીન ખરાબ હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે. મંજૂરી આપવામાં આવશે ત્યારે રીપેર ક