• Gujarati News
  • સિંહના કમોતમાં વધારો : જૂનાગઢના કાથરોટા ઇસાપુર વરચે પુલ પાસેથી

સિંહના કમોતમાં વધારો : જૂનાગઢના કાથરોટા-ઇસાપુર વરચે પુલ પાસેથી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ત્રણ વર્ષર્ના સિંહનો મૃતદેહ મળ્યો, ઇનફાઇટમાં મોતની શંકા

જૂનાગઢના કાથરોટાથી ઇસાપુર વરચે આવેલી ઘોઘમ નદીના પુલ નીચે સિંહનો મતદેહ પડયો હોવાની જાણ વન વિભાગને થતાં આરએફઓ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પ્રાથમિક તપાસમાં સિંહની ઉંમર ૩ વર્ષની હોવાનું જણાયું હતું. તેના મતદેહના આગળના પગથી ઉપરના ભાગે ચાર રા ાસી દાતના નિશાન જોવા મળ્યા હતા. સિંહનું મોત ઇનફાઇટમાં થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રાું છે. હાલ તો સિંહનો મૃતદેહ પીએમ માટે સક્કરબાગ ખસેડવામાં આવ્યો છે.
જૂનાગઢના ગિરનાર જંગલ નજીકના વિસ્તારમાંથી સિંહનો મૃતદેહ મળી આવ્યો છે. બનાવની મળતી વિગત મુજબ જૂનાગઢ નજીકના કાથરોટ થી ઇસાપુર ગામના રસ્તા વરચે આવતા ઘોઘમ નદીના પુલ નીચેથી આજે એક સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ વન વિભાગને થતાં ઉતર ડુંગર રેન્જના આરએફઓ કનેરિયા અને સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી.
નખ-દાંત સલામત
આરએફઓ કનેરિયાએ જણાવ્યું હતું કે, સિંહના નખ, દાંત, ચામડું વગેરે સલામત છે. આથી તેના ઇનફાઇટની આશંકા વધુ પ્રબળ બની છે
સિંહના મૃતદેહનો કબજો લેતું વનતંત્ર તસ્વીર : મનીષ જોષી(વડાલ)