• Gujarati News
  • જૂનાગઢ એસટીનાં વિભાગીય નિયામક કામદાર વિરોધી : કર્મચારી સંગઠન

જૂનાગઢ એસટીનાં વિભાગીય નિયામક કામદાર વિરોધી : કર્મચારી સંગઠન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ એસટી ડિવીઝનનાં વિભાગીય નિયામક ઘણાં સમયથી કામદારોનાં હિત-વિરોધી પ્રવૃતિઓ અને સતાનો દુરૂપયોગ કરી નાના કામદારો પર નિયમ વિરૂઘ્ધ અને કિન્નાખોરીપૂર્વક પગલાઓ લઇ રાા હોવાથી જૂનાગઢ એસટી કર્મચારી મંડળ દ્વારા ડીસીનાં આપખુદશાહી ભર્યા વલણ સામે પગલા લેવા માટે એસટી નિગમનાં મેનેજીંગ ડિરેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
એસટી કર્મચારી મંડળનાં આગેવાનો દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે, એસટી કર્મચારી મંડળ એ નિગમનું સૌથી મોટી સભ્ય સંખ્યા ધરાવતું માન્ય સંગઠન છે. અને કર્મચારીઓનાં હિતમાં સંગઠન દ્વારા કોઇ રજૂઆતો કરવામાં આવે તો તેનો હકારાત્મક વલણ દાખવી નિકાલ કરવો એ વિભાગીય નિયામકની ફરજ બને છે. પરંતુ જયારથી જૂનાગઢ વિભાગમાં નિયામક તરીકે સોલંકી આવ્યા. ત્યારથી તેમણે નાના કામદારો અને કર્મચારી મંડળનાં આગેવાનો સાથે ઓરમાયું વર્તન રાખી એક તરફી કાર્યવાહી કરી રાા છે. જેથી કામદારોનાં હિતમાં સંગઠન દ્વારા જે કોઇ રજૂઆતો કરવામાં આવે તે અંગે ન્યાયિક કાર્યવાહી કરવાને બદલે આવી રજૂઆતોને ગેરવલ્લે કરવામાં આવી રહી છે. તેમજ લાગવગશાહીથી શેડયુલોમાં આડેધડ ફેરફારો કરવામાં આવતાં જૂનાગઢ ડિવીઝન જે ભુતકાળમાં ગુજરાતમાં પ્રથમ ક્રમ ઉપર ચાલતું હતું ત્યાંથી પાછળ ધકેલાઇ ગયું છે. સામાન્ય રીતે બદલી કરવા અંગેનાં નિયમો છે. પરંતુ નિયમોને નેવે મુકી ડીસી દ્વારા કર્મચારોઓને એક ટિકીટનાં સામાન્ય ગુનામાં પણ બદલીઓ કરવામાં આવી રહી છે. જયારે એફએનસી ટિકીટમાં પણ નિયમ વિરૂઘ્ધ કારણદર્શક નોટીસો આપવામાં આવી રહી છે. જે કર્મચારીઓના ડી.કેસ પૂર્ણ થઇ જાય છે તેઓને પરત તેમનાં મુળ ડેપોમાં વતન નજીક મુકવામાં આવ્યા નથી. આ અંગે કર્મચારી મંડળ દ્વારા બદલી અને બઢતીમાં કર્મચારીઓને કરાયેલા અન્યાય સામે ઉરચક ાાએથી તપાસ કરવા માંગણી કરવામાં આવી છે. કર્મચારી મંડળનાં આગેવાનો દ્વારા ઉરચ અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું છે. જૂનાગઢ વિભાગની અૌધોગિક શાંતિ જળવાઇ રહે અને કામદારો તેમજ મેનેજમેન્ટ વરચે સુમેળભર્યું વાતાવરણ બની રહે તે માટે નિગમનાં હિતમાં ગત તા. ૬ ઓગષ્ટનાં કર્મચારી મંડળનાં હોદેદારોએ ઉરચ અધિકારીઓને આવેદન પત્ર પાઠવી તાત્કાલિક પગલાં લેવા માંગણી કરી હતી.
સામાન્ય ગુનામાં પણ બદલી
ગભરૂભાઇ એચ. લાલુએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણાં સમયથી સામાન્ય પ્રકારનાં ગુન્હામાં ડ્રાઇવર અને કંડકટરોની નિયમ વિરૂઘ્ધ નાની એવી ભુલમાં બદલીઓ કરવામાં આવે છે.