• Gujarati News
  • જેલમાંથી ફરી બે મોબાઇલ, સીમકાર્ડ અને ચાર્જર ઝડપાયા

જેલમાંથી ફરી બે મોબાઇલ, સીમકાર્ડ અને ચાર્જર ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ જેલમાંથી છાશવારે મોબાઇલ ફોન મળતા રહે છે. અને પોલીસ ફરિયાદ નોંધાતી રહે છે. ત્યારે આજે વધુ એક વખત જેલની બેરેકમાંથી ૨ મોબાઇલ, બેટરી, સીમકાર્ડ અને હાથ બનાવટનું ચાર્જર મળી આવતાં ચકચાર ફેલાઇ જવા પામી છે. આ મોબાઇલ ફોન જેલ ઇન્ચાર્જ અધિ ાકનાં માર્ગદર્શન હેઠળની ચેકીંગની કામગિરી વખતે મળી આવ્યા હતા. જયારે એક પાકા કામનાં કેદી પાસેથી મોબાઇલ ફોન મળી આવતાં બેરેકની તલાશી લેતાં બીજો મોબાઇલ પણ મળી આવ્યો હતો. આ અંગે જેલ સત્તાવાળાઓ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
પોરબંદર જીલ્લા જેલમાં અધિ ાક અને જૂનાગઢ જીલ્લા જેલનાં ઇન્ચાર્જ અધિ ાક એચ. એ. બાબરીયાનાં માર્ગદર્શન હેઠળ હવાલદાર કૌશિકકુમાર એચ. ઠાકરે જૂનાગઢ જિલ્લા મઘ્યસ્થ જેલમાં ચેકીંગની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં જેલનાં બેરેક નં. ૧૪નાં પાકા કામના કેદી અમીરખા આહનખાન પઠાણને સીમકાર્ડ અને બેટરી સહિત સેમસંગ કંપનીના મોબાઇલ ફોન સાથે ઝડપી લેવાયો હતો. તેની પાસેથી મોબાઇલ ફોન, સીમકાર્ડ અને બેટરી મળી આવતાં તે કબ્જે લેવાયા હતા. બાદમાં જેલમાં દરેક જગ્યાએ શોધખોળ કરાઇ હતી. જેમાં બેરેક નં. ૧૪ માં રાખેલો નોકિયા કંપનીનો ૧ મોબાઇલ અને હાથ બનાવટનું ચાર્જર બિનવારસુ હાલતમાં મળી આવ્યા હતા.
તમામ મોબાઇલ ફોન જીલ્લા જેલમાં ફરજ બજાવતાં હવાલદાર કૌશિકકુમાર એચ. ઠાકરે કબ્જે કરી બે કેદી સામે એ-ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફોનમાંથી એક ફોન બિનવારસુ હાલતમાં મળ્યો છે. પરંતુ તેનાં સીમકાર્ડનાં માલિકનું નામ, તેમાંથી કયાં કયાં ફોન કરાયા તેની કોલ ડિટેઇલ કઢાવી તેનો ઉપયોગ કોના દ્વારા કરાતો હતો તેની વિગતો તપાસવામાં આવશે. બનાવની તપાસ એ ડિવીઝન પીએસઆઇ એફ. એન. દામા ચલાવી રાા છે.