• Gujarati News
  • { લોહાણા મહાજન વાડીમાં વીજ કંપનીનાં ઉચ્ચ અિધકારીઓ હાજર રહયાં

{ લોહાણા મહાજન વાડીમાં વીજ કંપનીનાં ઉચ્ચ અિધકારીઓ હાજર રહયાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાલાલાઅને આંકોલવાડી સબ ડીવીઝન હેઠળ વીજવિભાગનાં ગ્રાહકોની સમસ્યાઓની ખુલ્લા મને ચર્ચા કરવા અને તેનો ઉકેલ લાવવા અને તાલાલા લોહાણા મહાજન વાડીમાં વીજવિભાગનાં ઉચ્ચ અધિકારીઓ અને તાલાલા તાલુકાનાં આગેવાનોની હાજરીમાં લોકસંવાદ યોજાયો હતો. જેમાં ગ્રાહકો તરફથી રજુ થયેલા 16 પ્રશ્નો નો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો.
તાલાલા ખાતે આજે જૂનાગઢ વર્તુળનાં કાર્યપાલક ઇજનેર કણસાગરા વેરાવળનાં કાર્યપાલક ઇજનેર વ્યાસ સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં લોક સંવાદનો કાર્યક્રમ યોજાયેલ જેમાં તાલાલા સબ ડીવીઝન હેઠળમાંથી આઠ ગ્રાહકોએ પ્રશ્નો રજુ કરેલ જેનો તાલાલા નાયબ કાર્યપાલક ઇજનેર નાગેશ્રીએ દરેક પ્રશ્નોનાં મુદાસર જવાબો આપી રજુ થયેલ આઠ સમસ્યાઓનો ઉકેલ કરી આપ્યો હતો. જયારે આંકોલવાડી સબ ડીવીઝન હેઠળ પણ આઠ ગ્રાહકોએ પ્રશ્નોનો સ્થળ પર ઉકેલ કરેલ લોકસંવાદ કાર્યક્રમમાં તાલાલા પંથકનાં વિવિધ પક્ષનાં અગ્રણી અને આગેવાનો ઉપરાંત ગ્રાહકો ઉપસ્થિત રહેલ પીજીવીસીએલ દ્વારા મુકત મને ચર્ચા કરી સમસ્યાનાં ઉકેલ માટે યોજાયેલા લોક સંવાદ કાર્યક્રમને આગેવાનો અને ગ્રાહકોએ આવકાર આયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા તાલાલા- આંકોલવાડી વીજકચેરીનાં અધિકારીઓ અને કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
તાલાલામાં વીજકચેરીનાં પ્રશ્નો ઉકેલવા લોક સંવાદ : 8 નો ઉકેલ
તસ્વીર : જીતેન્દ્ર માંડવીયા